પૂર્વ કચ્છના ગાંધીધામમાં ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીએ ગેરકાયદેસર રીતે પકડાયેલા 302 કિલો 766 ગ્રામ 14 મીલીગ્રામ NDPS મુદ્દામાલનો નાશ કર્યો હતો. કુલ 11 ગુનાઓમાં પકડાયેલા ગાંજો, ભાગની ગોળી, પોષ ડોડા પાવડર, પોષ ડોડા ઠાલીયા, હેરોઈન અને કોકેઈન જેવા 1.76 કરોડના નશીલા પદાર્થોને કાયદાકીય પદ્ધતિથી નાશ કરવામાં આવ્યા છે. કાયદાકીય રીતે નાશ કરવાની પ્રક્રિયામાં મુદ્દામાલને કંપનીના ઇન્સીનેરેશન પ્લાન્ટ ખાતે લઈ જવાયો હતો, જ્યાં 1100 ડિગ્રી સે. તાપમાને તેને વારાફરતી ભઠ્ઠીમાં સળગાવી નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કરવામાં આવી હતી.
– કાયદા અંતર્ગત કાર્યવાહી…
નશીલા પદાર્થોની હેરફેર અને ઉપયોગ રોકવા માટે માત્ર પકડવી જ નહીં, પણ સમય સમય પર તેનો સંપૂર્ણ નાશ કરવો જરૂરી છે. ગાંધીધામની ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીએ કાયદેસર પ્રક્રિયા અનુસાર આ પગલું ભર્યું હતું. આ પગલું નશીલા પદાર્થો વિરુદ્ધની લડતમાં મહત્વનું સાબિત થયું છે અને કાયદો વ્યવસ્થાના રક્ષણ માટે મજબૂત સંકલ્પ દર્શાવે છે.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334