ગઈકાલે ભુજથી ગાંધીધામ તરફ સેલ્ફ ડ્રાઇવ કરીને પોતાની કારથી જતા નરેશભાઈ ધરમદાસ ચંદાણી નામના ગાંધીધામના વેપારીની કાર શેખપીર નજીક રોડ પર પાર્ક કરેલી એક ટ્રકમાં ધડાકા સાથે અથડાયા બાદ ગંભીર ઇજાઓ થવાથી સંબંધિત વેપારી નરેશભાઈ ચંદાણીનું મોત થયું હતું. રહસ્યથી ભરપૂર આ ઘટના અંગે પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે નરેશભાઈના અકસ્માત મૃત્યુ બાદ થોડા જ સમયમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં મૃતક નરેશભાઈ કાર ચલાવતી વખતે પોતાની સાથે કેટલાક ગાંધીધામના મોટા માથાઓના નામ લઇ વિશ્વાસઘાત કરાયાનો ઉલ્લેખ કરતા જણાઈ આવે છે મૃતક નરેશભાઈ નામજોગ ઉલ્લેખ કરતા પોતાને અનેક રીતે બરબાદ કરી નાખનાર ઈસમોના ત્રાસના કારણે પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે તેઓ ઉલ્લેખ કરતા નજરે પડે છે. જોકે આ વિડીયો ગઈકાલે બનેલી ઘટના સમય પહેલાનો છે કે અગાઉનો એ અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી પરંતુ મૃતક નરેશભાઈ દ્વારા જે વિડીયો વાયરલ થયો છે તેમાં તેઓ કારમાં બેસીને આ વિડીયો સેલ્ફી રૂપે ઉતાર્યાનો જણાઈ આવે છે જેથી આ વિડીયો બનેલી ઘટના પહેલાનો હોવો જોઈએ તેવા સ્પષ્ટ સંકેત મળે છે મૃતક નરેશભાઈ પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે તેઓ ઉલ્લેખ કરતા પોતાને ક્યાંય ન્યાય ન મળતો હોવાનો પણ ઉલ્લેખ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ સાંભળી શકાય છે, તો પધ્ધર પોલીસ દ્વારા આ અંગે મૃતકના સંબંધીઓનો સંપર્ક કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ મામલે મૃતકના સંબંધીઓ મૃતકની અંતિમ વિધિ સહિતની કામગીરી પૂરી થયા બાદ તેઓ આ અંગે નિવેદન આપશે તેમ જણાવ્યું છે જેને લઈને આ ઘટનામાં રહસ્ય વધુ ઘેરુ બની રહ્યું છે. આ સંપૂર્ણ વિગતો પ્રમાણે મૃતક દ્વારા વાયરલ કરાયેલા આ વિડિયો અને અકસ્માતની બનેલી ઘટનાનું એનાલિસિસ કરતા એક વાત સ્પષ્ટ થાય છે કે “કુછ તો ગડબડ હૈ” જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં આગામી દિવસોમાં મોટો ધડાકો થવાની શક્યતા જોવાય છે તો બીજી તરફ આ ઘટનાને અમુક તત્વો દ્વારા દફનાવી દેવાના પ્રયાસો હાથ ધરાયાનું પણ ગાંધીધામની બજારોમાં ચર્ચાવા લાગ્યું છે એ જોતા આ પ્રકરણમાં કોઈ નવો વળાંક આવે તેવી શક્યતા નકારી શકાતી નથી તો ગાંધીધામના વેપારી આલમમાં સ્તબ્ધ બની ગયેલા અને આ ઘટના પાછળ જેઓના હાથ જોડાયેલા છે તેઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. નોંધનીય છે કે મૃતક નરેશભાઈ ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખના ભાઈ થાય છે અને ગાંધીધામમાં યુનિક મોબાઈલ નામની વ્યવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
