ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં સંગઠનાત્મક મજબૂતી વધારવાના હેતુસર મહત્વપૂર્ણ નિમણુક કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વી.કે. હૂંબલ સાહેબ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ તથા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી તુષાર ચૌધરી સાહેબની અનુમતિથી તા. 28/12/2025 ના રોજ યશપાલસિંહ દેવેન્દ્રસિંહ જેઠવાને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ (સહકાર વિભાગ)ના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે. આ નિમણુક સાથે કચ્છ જિલ્લામાં કોંગ્રેસના સહકાર વિભાગને વધુ સક્રિય અને મજબૂત બનાવવા નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. યશપાલસિંહ જેઠવાની લાંબા સમયથી કોંગ્રેસ સંગઠન સાથે સંકળાયેલા રહી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. સહકાર ક્ષેત્રમાં તેમનો અનુભવ અને કાર્યશૈલી જિલ્લાના કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે તેમ પાર્ટીના અગ્રણીઓનું માનવું છે. નિમણુકની જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અનેક કાર્યકર્તાઓએ યશપાલસિંહ જેઠવાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સહકાર વિભાગ મારફતે ખેડૂતો, દૂધ મંડળીઓ, સહકારી સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમોને વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે આયોજન કરવામાં આવશે. નવ નિયુક્ત પ્રમુખ યશપાલસિંહ જેઠવાએ પોતાની નિમણુક બદલ પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મળેલી જવાબદારીને નિષ્ઠા, પારદર્શિતા અને સંગઠનાત્મક ભાવનાથી નિભાવશે. તેઓએ કચ્છ જિલ્લાના સહકાર ક્ષેત્રને મજબૂત બનાવી કોંગ્રેસ પક્ષને તળિયાના સ્તર સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ નિમણુકથી કચ્છ જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને નવી ઉર્જા મળશે અને આવનારા સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓ વધુ ગતિશીલ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
