Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

માંડવી તાલુકાના કોજાચોરા ગામે માલધારીની કરપીણ હત્યા

માંડવી તાલુકાના કોજાચોરા ગામે પરિવાર સાથે રહેતા અને પશુપાલ (ઘેટા બકરાનો) વ્યવસાય કરતા ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમર ચૌહાણની હત્યા થઈ ગઈ હતી મુળ બની વિસ્તારના રાજ મહમદ સુમરા નામના માલધારીએ ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમર ચૌહાણની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. બનાવની પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે મરણ જનાર ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમર અને આરોપી રાજ મામદ સુમરા વચ્ચે ઘેટા બકરાના ચરિયાણ પ્રશ્ને એક વર્ષ અગાઉ બોલાચાલી થઇ હતી મૂળ કોજાચોરા ગામનો ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમર સ્થાનિક રહેવાસી છે જ્યારે આરોપી રાજ મામદ બન્ની વિસ્તારમાંથી આવેલો છે અને તે અહીં ગામલોકો સાથે અવારનવાર ઝઘડા કરતો હોય તેને ગામ માંથી કાઢી મુકાયો હતો આ દરમિયાન તેે મરણ જનાર ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમરને સતત ધમકી આપતો હતો. દરમિયાન મરણ જનાર ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમર ગઈકાલે ઘેટા બકરા લઈને સીમમાં ગયા બાદ તે પરત ફર્યો નહોતો જેની શોધખોળ દરમિયાન આજે તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ સીમમાંથી મળી આવ્યો હતો. માંડવી પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદમાં મરનાર ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉંમરની પત્ની હાજરાંબાઇઅે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ તેણી આરોપીના ઘર પાસેથી પસાર થતી હતી ત્યારે આરોપીએ હાજરાબાઈને સ્પષ્ટ ધમકી આપી હતી કે તેનો પતિ બે દિવસનો મહેમાન છે આ ધમકી આપ્યાના બે દિવસમાં જ મરણ જનાર ઈસ્માઈલ ઉર્ફે હાથી ઉંમરની હત્યા થઈ ગઈ છે દરમિયાન આરોપી રાજમામદ ફરાર છે અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે તેથી સ્પષ્ટ થાય છે કે મારા જનારની હત્યા રાજ મામદ સુમરા એ જ કરી છે આ અંગેની વધુ તપાસ માંડવી પી.આઈ., આર.સી.ગોહિલ ચલાવી રહ્યા છે.

અહેવાલ : સિનિલ મોતા માંડવી દ્વારા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છના પૂર્વ એસ.પી. કુલદીપ શર્માની ધરપકડ માટે વોરંટ નીકળતા કચ્છમાં ચકચાર…

Kutch Kanoon And Crime

જી.કે.જનરલ અદાણી હોસ્પિતલમાં બાળક બદલાઈ જવાની ઘટનાની તપાસ માટે આદેશ અપાયા

Kutch Kanoon And Crime

હિન્દુ યુવા સંગઠન ભારતના નવમાં સ્થાપના દિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ

Kutch Kanoon And Crime

Leave a comment