આરોપીના કબજા માંથી દેશી દારૂ પણ ઝડપાયો…
ભુજની સીમમાં શિકાર થતો હોવાની બાતમી અને એ શકમંદ શિકારી આશાપુરા નગરમાં રહેતું હોવાની હકીકત જાણવા મળ્યા બાદ ગઈ રાત્રે પશ્ચિમ કચ્છ જંગલ ખાતાની ટીમ દ્વારા આશાપુરા નગર ખાતે રહેતા સંબંધિત ઈસમ સુરેશ દિલીપ કોલીના ઘરે દરોડો પાડી પશ્ચિમ કચ્છ ફોરેસ્ટ વિભાગની ટીમે આરોપીના કબજા માંથી શિકારમાં વપરાતા અલગ અલગ શસ્ત્રો સાધનો ઉપરાંત મૃત જાનવરના અવશેષો કબજે કર્યા હતા. આરોપીના ઘરની તલાસી દરમિયાન તેના કબજા ભોગવટાના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પશ્ચિમ કચ્છ જંગલ ખાતાની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી તેની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી દારૂ સંબંધિત ગુના મામલે પોલીસમાં ગુનો દાખલ કરાવી આરોપીની ધરપકડ કરી હતી. પશ્ચિમ કચ્છ જંગલ ખાતાના વરિષ્ઠ અધિકારી એ. એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જોગલ અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
