Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

અહેવાલનો અસર : સોના ચાંદી અને નકલી નોટોના રેકેટ ચલાવનાર ગેંગોને કડક ચેતવણી…

કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ મેગેઝિનના તાજેતરના અંકમાં કચ્છના ઠગ બાજો વિશે પ્રસિદ્ધ થયેલ તંત્રીલેખની પશ્ચિમ કચ્છ પોલીસે ગંભીરતાથી નોંધ લીધી…

તાજેતરમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છમાં કાર્યરત વિવિધ પ્રકારની ઠગાઈની મોર્ડર્સ ઓપરેંટી ચલાવી રાજ્ય અને રાજ્ય બહારના અનેક લોકોને સસ્તા ભાવે સોનું આપવાની કે એકના ડબલ કરી આપવાની મોડસ ઓપરેંટી ચલાવી લોકોને છેતરતા અપરાધીઓને તાજેતરમાં કડક ચેતવણી આપી આવા તત્વોને કડક શબ્દોમાં ચીમકી અપાઈ હતી. જેમાં હવે પછી કોઈપણ અપરાધી કે ગેંગ દ્વારા સસ્તા સોનાના નામે અથવા એકના ડબલ કરી આપવાના નામે છેતરવામાં આવશે તો એવા અપરાધીઓ સામે “Gujcet Tok” પાસા અને તેમની મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં રાજ્યના અને રાજ્ય બહારના અનેક લોકોને સસ્તા ભાવે સોનું આપવાનું કહી, કે પછી એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જે પૈકી અનેક કિસ્સામાં પોલીસે ભોગ ગ્રસ્તોને ગુમાવેલી રકમ પરત અપાવી છે અનેક કિસ્સા એવા પણ છે જે કોઈ કારણોસર દબાયેલા રહ્યા છે આવા તત્વોને સીધા દોર કરવા માટે પોલીસે હવે કમર કસી છે. સતત બનતી આવી ઘટનાઓના પગલે કચ્છને પણ બદનામ થવું પડે છે ઉપરાંત ઉપરા ઉપરી બનતી આવી ઘટનાઓના કારણે પોલીસ પ્રશાસનને પણ બદનામ થવું પડે છે જેની ગંભીરતાથી આખરે નોંધ લેવાઇ છે.

આવી ઘટનાઓને લઈ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ મેગેઝીનના અંકમાં તંત્રીલેખ લખીને અમોએ જવાબદાર તંત્રોની અને સરકારની આંખ ઉગાડવા પ્રયાસ કર્યો હતો જેની આખરી ગંભીરતાથી નોંધ લેવાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસાના જસાપર નજીક સાંઢાના શિકાર કરતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

Kutch Kanoon And Crime

ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા…

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ઉગેડી ગામે ડિજિટલ ક્લાસ શરૂ કરાયા

Leave a comment