ભુજ શહેરમાં દાદુપીર રોડ પર ઢળતી સાંજના સમયે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ, 30 અમરીનનું તેના પતિ ફિરોઝ સીદીએ ધારિયું મારીને મોતને ઘાટ ઉતાર્યું છે. પરિવારમાં રોજબરોજ થતા ઝઘડા અને ઘરકંકાસ વચ્ચે પતિ ઉશ્કેરાઈ જતાં આ ભયાનક પગલું ભરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટના બાદ વિસ્તારમાં દોડાધામ મચી ગઈ હતી અને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. મૃતક મહિલાનો પોલીસ દ્વારા કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. સાથે જ, આરોપી પતિ ફિરોઝ સીદીને પોલીસે તરત જ રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એ.એમ. પટેલે તપાસ હાથ ધરી છે અને ઘટનાની તમામ પરિસ્થિતિઓની હકીકત જાણવા પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘરેલુ કલહ ક્યારે ભયાનક સ્વરૂપ ધારણ કરે તેની જીવંત ઉદાહરણ આ ઘટના પરથી સામે આવ્યું છે. પોલીસ દ્વારા આગળની વધુ તપાસ ચાલુ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
