તાલુકાના નાના કપાયા પાસે આવેલ સ્કૂલમાં ફરજ બજાવતા 45 વર્ષીય ઢગા શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરતા પંથકમાં ખળભળાટ…
પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મુન્દ્રા તાલુકાના નાના કપાયા પાસે આવેલ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર મૂળ અબડાસાના 45 વર્ષીય જય ઠક્કર શિક્ષક દ્વારા દુષ્કર્મ કર્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામના વતની આ જય ઠકકર મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને અહીં પરિવાર સાથે રહેતો હતો. આ ઘટનામાં મુન્દ્રા પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે આ ઘટનાએ મુન્દ્રા પંથકમાં સનસનાટી સાથે કચ્છભરમાં ઘેરા પ્રત્યાઘાત પાડયા છે અને શિક્ષક સામે ફિટકાર વર્ષી રહ્યો છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334