અંજાર તાલુકાના વર્ષમેડી ગામમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી જગા પંચાણ રબારી દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરીને બનાવવામાં આવેલા તબેલા અને પતરાના શેડને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ દબાણ અંજાર તાલુકાના વર્ષામેડી ગામના સરવે નંબર 890 ની સરકારી જમીન પર બનાવવામાં આવ્યો હતો. જ્યાં ગોગા મહારાજ મંદિરની બાજુમાં આરોપીએ ગેરકાયદેસર બાંધકામ કરી ભેંસો અને ગાયો માટે તબેલો બનાવ્યો હતો. તંત્રએ આ જમીન ખાલી કરાવીને સરકારી જમીન દબાણ મુક્ત કરી છે. જગા પંચાણ રબારી સામે અત્યાર સુધીમાં 22 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધિત ગુનાઓ, ખંડણી, એટ્રોસિટી અને જમીન પચાવી પાડવાના ગુનાઓનો સમાવેશ થાય છે. પ્રશાસન દ્વારા અપાયેલ જાણકારી મુજબ, ગેરકાયદેસર કબજા સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. સરકારી જમીનના દુરૂપયોગને રોકવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે. એક પછી એક જે જે લોકો ગેરકાયદે દબાણ કરી જમીન કબ્જો કરી રહ્યા છે તેમજ જે જે લોકો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે તેઓના ઇતિહાસ શોધી કાઢી તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334