Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratSpecial Story

વેરાવળ દરિયાકાંઠેથી 350 કરોડની કિંમતના હેરોઇન સાથે નવ ઈસમોની અટકાયત

કચ્છના નિર્જન ટાપુઓ પર પ્રતિબંધના પગલે ડ્રગ્સ હેરાફેરી કરનારા સૌરાષ્ટ્ર તરફ વળ્યાની આશંકા…

ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા
ને મળેલી બાતમીના આધારે સફળ ઓપરેશન…

વિતેલી રાત્રિ દરમિયાન વેરાવળ દરિયાકાંઠે માછીમાર કરતી બોટમાં લાવવામાં આવેલ 50 કિલો હેરોઇન કિંમત રૂપિયા 350 કરોડનો જથ્થો મારુતિ કારમાં લઈ જવા માટે ઉતારતી વખતે ગીર સોમનાથ પોલીસની LCB અને SOG ટીમઓએ દરોડો પાડી 350 કરોડની કિંમતના હેરોઇનના જથ્થા સાથે બોટમાં સવાર સાત ઈસમો અને મારુતિ કારથી ડીલેવરી લેવા આવેલ બે ઈસમો સહિત નવ ઇસ્મોને અટકમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાય છે. આ બનાવવાની પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથ S.P. મનોહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગીર સોમનાથ પોલીસની SOG અને LCB ટીમઓએ વેરાવળ દરિયાકાંઠા વિસ્તારમાં દરોડો પાડી માછીમારી કરીને પરત ફરેલી એક બોટમાંથી 50 કિલો હેરોઇનનો જથ્થો ઉતારી મારુતિ કારમાં ગોઠવતી વખતે પોલીસે 350 કરોડની અંદાજિત કિંમતના હિરોઇન જથ્થા સાથે બોટમાં સવાર સાત ઈસમો અને મારુતિ કારથી ડીલેવરી લેવા આવેલા બે ઈસમો સહિત નવ જણાને અટકમાં લઈ લીધા હતા તેની સાથે માછીમારી કરવા ગયેલ બોટ ઉપરાંત મારુતિ કાર પણ કબજે કરવામાં આવી છે. આ અટકમાં લેવાયેલાઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે. પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે આ જથ્થો પાકિસ્તાનના કરાચીથી પાકિસ્તાની બોટ મારફત રવાના કરાયા બાદ મધ્યે દરિયે આ હેરોઇનનો જથ્થો ભારતીય માછીમારોની બોટમાં ડીલેવરી કરાયો હતો. આ જથ્થો આમ તો સંભવત કચ્છના જથ્થો નજીકના કોઈ ટાપુ પર ઉતારવાનો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી કચ્છ જિલ્લામાં ખાસ કરીને પશ્ચિમ કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલ નિર્જન ટાપુઓ પર આવવા જવા માટે પ્રતિબંધ લગાવી દેવાતા અને એ નિર્જન ટાપુઓ પર પેટ્રોલિંગ વધારી લેવાતા આ હેરોઇનનો જથ્થો લઈ આવનારા વેરાવળ તરફ ગયા હતા અને ત્યાં માલ ઉતારી રહ્યા હતા ત્યારે પોલીસે રંગે હાથ હેરોઈનનો જથ્થો કબ્જે કરી 9 જેટલા શકમંદોને પકડી પાડ્યા છે જોકે હજુ પકડાયેલ આરોપીઓ અંગેની પૂરી વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ આ વિગતો જાહેર થયા બાદ ક્યાંકને ક્યાંક કચ્છ કનેક્શન ખુલવાની શક્યતા નકારાતિ નથી. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં અને તેમાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં કડકાઇ સાથે પેટ્રોલિંગ શરૂ કરાઇ છે જેના કારણે હાલના તબક્કે કચ્છના દરિયાઈ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓનું નેટવર્ક લગભગ તૂટી ગયું છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યાલયની હવા સૂટ ન થતા ધીરજ રાખ્યા વગર કાર્યકરો હિમાલયની હવા ખાવા નીકળ્યા

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપી તત્કાલીન P.I. પઢિયારના રેગ્યુલર જામીન નામંજૂર

અબડાસાના દરિયાકાંઠેથી એકાએક બિનવારશુ હાલતમાં ચરસના પેકેટ મળી આવવાની પાછળ કંઈક રંધાતું તો નથીને..!?

Kutch Kanoon And Crime

Leave a comment