મુન્દ્રા તાલુકાના પત્રી ગામના આશાસ્પદ યુવાન એવા પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા મામલે જેલમાં બંધ આરોપીઓ પૈકી પત્રી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રવિણાબેન વાલજી ચાડ અને આ ચકચારી અને બહુચર્ચિત હત્યા મામલે તપાસમાં નામ ખુલ્યા બાદ ધરપકડ કરાયેલ સત્તાધારી પાર્ટીના અગ્રણી મનાતા અને APMC માર્કેટના ડાયરેક્ટર ધીરુભા રતનજી જાડેજાએ વચગાળાની જામીન અરજી રાખ્યા બાદ બંને પક્ષના વકીલોની દલીલોના અંતે અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અદાલતે વચગાળાની જામીન અરજી ના મંજૂર કરી હતી. ફરિયાદ પક્ષે જાણીતા ધારાશાસ્ત્રી ડી.વી. ગઢવી અને તેમની ટીમ ધારદાર દલીલો કરી હતી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334