Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchPoliticsSpecial Story

માંડવી તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

દાયકાઓથી જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલા માંડવી તાલુકા પંચાયતના રાજેન્દ્રસિંહ જાડેજા જાહેરમાં આવીને કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે મુખ્ય કાર્યાલય ખાતે કોંગ્રેસનો પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં માડવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા આખરે ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે શ્રી જાડેજાને આગામી વિધાનસભા માંડવી મુન્દ્રા વિસ્તારમાં ચૂંટણી લડવાની હોય તેઓ ભાજપ સાથે બળવો કરી કોંગ્રેસમાં જોડાયા છે.

જોવાનું એ છે કે કોંગ્રેસ પક્ષ તેમને ટિકિટ આપે છે કે શું..! કેમ કે શ્રી જાડેજા વર્ષોથી માંડવી મુન્દ્રાના મતદારો અને તેમની સમસ્યાથી વાકેફ છે તો તેમના પરિવારની વાત કરવામાં આવે તો પરિવાર પણ જનસંઘથી ભાજપમાં જોડાયેલા હતો, જે તે સમયે પાર્ટીના હિતની વાત પણ સ્વતંત્રતાથી કહી શકાતી નથી, હવે એવું ક્યાં દેખાતું નથી જેથી રાજેન્દ્રસિંહ જાડેજા પાર્ટીથી નારાજ થઈ (પાર્ટીથી નહીં) પણ પાર્ટીના અમુક સ્થાનિક કેટલાક નેતા પોતાને મોદી અને અમિત શાહ સમજે છે અને ભાજપમાં રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે તેવું (રાજેન્દ્રસિંહ જાડેજા) કહ્યું. જેનાથી નારાજ થઈ રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે સ્થાનિક રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપ માટે ફાયદો કરાવે છે કે પછી નુકસાન તે સમય બતાવશે.

અહેવાલ – સુનીલ મોતા માંડવી
પ્રકાશિત – નિતેશ ગોર 98258 42334

Related posts

અમદાવાદ ખાતે રાપરની પલક સોનીએ ભાવી પતિ અને સાસરિયાઓના મારથી બચવા મોતની છલાંગ લગાવી દીધી…

નેશનલ માસ્ટર ખેલ મહાકુંભમાં ક્ચ્છ પોલીસના એ.એસ.આઈ.એ ચાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યા

Kutch Kanoon And Crime

ત્રણેક વર્ષ અગાઉ ખત્રી તળાવ પાસે ગઢવી યુવાનની હત્યાનો આરોપી આકાશ આર્ય હવે નિખિલ ડોંગાને નાસવામાં મદદગારીમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment