ગાંધીધામમાં આવેલ HP ગેસ એજન્સીના માલિક અને ઇન્નર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ કાશ્મીરાબેન નવનીતભાઈ આચાર્યએ પોતાના જન્મદિવસ નિમિત્તે સમાજ સેવા અને માનવતા દર્શાવતા અનેક કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં ખાસ કરીને જરૂરિયાતમંદ બાળકો, સગર્ભા મહિલાઓ અને ગરીબ પરિવારોને મદદરૂપ થાય તેવી વિવિધ સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓએ જન્મદિવસ પ્રસંગે અભ્યાસમાં તેજસ્વી પણ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુસર ચેક વિતરણ કરાયા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલી આ મદદને સ્થાનિકોએ સરાહનીય ગણાવી હતી. સાથે જ સગર્ભા મહિલાઓને ગેસના ચૂલા અને રાશન કીટ આપવામાં આવ્યા જેથી તેમને ગૃહસ્થ જીવનમાં સહાય મળે અને સુરક્ષિત, સુખાકારીપૂર્ણ જીવન નિર્વાહ કરી શકે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ પરિવારોને ગરમ કપડાંનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક પરિવારોને સીધી મદદ મળી રહી હતી. આ સમગ્ર સેવા કાર્ય ઇનર વીલ ક્લબના મેમ્બરો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઇનર વીલ ક્લબના સભ્યોએ આયોજનથી લઈને વિતરણ સુધીની દરેક કામગીરીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. જન્મદિવસને સમાજસેવામાં ફેરવીને કાશ્મીરાબેન નવનીતભાઈ આચાર્યે માનવતા અને સહાનુભૂતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમની સમગ્ર વિસ્તૃત કામગીરીને સ્થાનિક સમાજ તરફથી પણ પ્રશંસા મળી, અને આવનારા સમયમાં આવા માનવીય કાર્યો વધુ કરવામાં આવે એવી શુભેચ્છા વ્યક્ત થઈ હતી.
અહેલાવ : પ્રતિનિધિ જૈમિનિ ગોર
પ્રકાશિત : નિતેશ ગોર
