Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

કચ્છ સહિત ગુજરાત પોલીસમાં ખડભડાટ મચાવનાર ઇલેક્ટ્રોથેમ કંપનીના પરમાનંદ શિરવાણી અપહરણ અને ખંડણી મામલે પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ગયેલા IPS પોલીસવડાની ગમે ત્યારે ધડપકડ થવાના સંકેત

ગુજરાતમાં 17 વર્ષ બાદ IPS કક્ષાના અધિકારીની ધરપકડ થઈ શકે…

આજથી 17 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2006-7’માં સોરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તત્કાલીન કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જમાં DIG તરીકે ફરજ બજાવનાર ડી.જી. વણઝારા નામના IPS સહિત કેટલાક અધિકારીઓની ધરપકડ બાદ 17 વર્ષ પછી ફરી એકવાર એક સાથે કચ્છમાં ફરજ બજાવી ગયેલા બે IPS અધિકારીઓની ગમે ત્યારે ધરપકડ થવાના સંકેત મળી રહ્યા છે કચ્છમાં કાર્યરત ઇલેક્ટ્રોથેમ કંપનીમાં જે તે સમયે નોકરી જોઈન્ટ કરનાર અને બાદમાં કોઈ ગરબડના સંકેત દેખાતા રાજીનામું આપવાનો પ્રયાસ કરનાર પરમાનંદ શિરવાણી નામના આદિપુરના રહેવાસીનું રાજીનામું મંજૂર ન કરી તેનું અપહરણ કરી તેની પાસેથી 20 લાખ રોકડ દસ લાખના દાગીના ઉપરાંત તેની અન્ય સાવર જંગમ મિલકતો લખાવી લેવાયાની ઘટના બાદ આ અંગે ફરિયાદ અપાયા છતાં જે તે સમયે ફરિયાદ ન નોંધી ફરિયાદીને ટોર્ચર કરી ખોટા કેસમાં ફીટ કરી દેવાનો પ્રયાસ કરી અત્યાચાર ગુજારાયાની આ ઘટનામાં આખરે નામદાર અદાલતના આદેશના પગલે 19 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાયા બાદ તત્કાલીન પૂર્વ કચ્છ પોલીસવડા ભાવના પટેલ (IPS) જી.વી. બારોટ, IPS જિલ્લા પોલીસ વડા, ઉપરાંત Dysp ડી.એસ. વાઘેલા, વિજય ગઢવી, આર.ડી. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ચૌહાણ વગેરે 19 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ CID CRIME રાજકોટના Dypa ને તપાસ અપાયા બાદ આ તપાસનો પ્રાથમિક અહેવાલ રાજ્ય પોલીસના વડા વિકાસ સહાયને સુપ્રત કરી દેવાતા હવે ગમે ત્યારે આ બે IPS અધિકારીઓ સહિત આરોપીઓની ધરપકડ થવાના સંકેત મળી રહ્યા છે રાજ્યના DGP શ્રી વિકાસ સહાયએ સંકેત આપતા જણાવ્યું હતું કે આ પ્રકરણમાં આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થાય છે તેથી ગમે ત્યારે બંને IPS અધિકારીઓની ધરપકડ થઈ શકે છે નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં આ ઘટનાએ પૂર્વ અને પશ્ચિમ પોલીસ પ્રશાસનમાં ખડભળાટ મચાવી દીધો છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું સફળ આયોજન…

Kutch Kanoon And Crime

ગઢશીશા – મિત્રો વચ્ચેના નાણાંના હિસાબના મનદુઃખે જીવ લીધો : પાર્ટનરે મિત્રની છરી મારી હત્યા કરી આત્મસમર્પણ કર્યું…

Kutch Kanoon And Crime

કચ્છમાં કાયદો-વ્યવસ્થા ચીંથરે હાલ : હવે અંજાર ખાતે પોલીસ કર્મચારીની સરાજાહેર હત્યા

Kutch Kanoon And Crime

Leave a comment