Kutch Kanoon And Crime
BhujGujaratKutch

ભુજમાં પૂજા ડાઇનિંગ હોલ દ્વારા ફોન કરીને ઘર બેઠા અનોખી ટિફિન સર્વિસ ચાલુ કરાઈ : જાણો વિગત

ભુજ તા.૫: હાલમાં કોરોનાને લઈ સમગ્ર જિલ્લા લોક ડાઉનને લઈ તમામ વિસ્તારોમાં દરેક રીતે આમ પ્રજાજનને વધારેમાં વધારે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ઘર બેઠા ઉપલબ્ધ થઈ શકે તેવા માનવીય સેવા અભિગમો સરકાર અપનાવી રહી છે.

ત્યારે સરકારના આ સરસ અભિગમથી પ્રેરીત થઈને ભુજ શહેર ડાયનીંગ હોલના માલિકે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટનો સંપર્ક કરીને લોકોની હાલની પરિસ્થિતિ નજરે ભોજન માટે મોટી રકમ ન ચુકવવી પડે અને આમ જનતાને નાણાકીય રાહત રહે તે માટે માત્ર રૂા.૯૯-૦૦ રુપીયામાં શુધ્ધ શાકાહારી ગુજરાતી ભોજન ફ્રી હોમ ડીલેવરી કરી આપવાની તૈયારી બતાવતા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ એ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ની ગાઇડલાઇન મુજબ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તા.૧૩-૩-૨૦૨૦ વાળા પરિપત્રનો ચુસ્ત પણે અમલ કરવામાં આવશે. ભુજ અને આસપાસના વિસ્તારના લોકોને રાહત દરે ભોજનની વયવસ્થા ઘર સુધી મળી રહે તે માટે કચ્છ મ્યુઝીયમ સામે આવેલ પુજા ડાઇનિંગ હોલને આ સેવા શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. સ્વાભાવિક છે આ પરિસ્થિતિ નજરે મધ્યમવર્ગ ના લોકો , આરોગ્ય કમઁચારીઓ, પોલિસ કમઁચારીઓ સરકારી સેવા આપતા કમઁચારી સંસ્થાનો, બેન્ક કમઁચારીઓ તથા અન્ય સંસ્થાઓના લોકોને રાહત દરે ઘરબેઠા ગુજરાતી ભોજન મળી શકે તેવું આયોજન સરકારની ગાઈડલાઈન્સને ચુસ્તપણે નજર સમક્ષ આજરોજે કબીર મંદિરના મહંત કિશોરદાસજીના વરદ્ર હસ્તે પ્રારંભ કરવામાં આવ્યું હતું. હોટેલના સંચાલક ગવરીગર ગોસ્વામીએ મો : નંબર 94284 17250 તથા મો : 98983 20383 પર આ શુધ્ધ ગુજરાતી ભોજન સેવાનો લાભ લેવા લોકોએ ઉપર જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી પોતાનું નામ, સરનામું જણાવાથી ઘર બેઠા આ ગુજરાતી ભોજન ડીલેવરી બોય ફ્રી હોમ ડીલેવરી આપને ઘર બેઠા કરી જશે તેવી વ્યવસ્થા આજ મંગળવાર તા. ૭/૪ થી પ્રારંભ થવા જઈ રહી છે આ સેવાનો લાભ દરેક લોકો લઈ શકશે.

નિતેશ ગોર : 9825842334

 

Related posts

અબડાસાના કોઠારા નજીક સુથરીના યુવાનની હત્યા

Kutch Kanoon And Crime

ચકચારી હની ટ્રેપ મામલામાં આરોપી એડવોકેટ કોમલ જેઠવાએ આગોતરા જામીન માંગ્યા : આવતીકાલે સુનાવણી

પશ્ચિમ ક્ચ્છ વિરાગનાં સ્કોડની કામગીરીમાં વધુ એક પીછું ઉમેરાયું…

Kutch Kanoon And Crime

Leave a comment