કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી ઘટનાઓ એક પછી એક બની રહી છે જેમાં નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે એક સામાજિક કાર્યકર પર હુમલાની ઘટના બાદ મુન્દ્રા તાલુકાના પત્રી ગામના યુવા આગેવાન અને સામાજિક કાર્યકરની નિર્મમ હત્યા બાદ ગાંધીધામ ખાતે એક બે વર્ષના માસુમ બાળકની રહસ્યમય સંજોગોમાં હત્યા થયાની ઘટનાએ સમગ્ર કચ્છમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. ગાંધીધામ ખાતે ગઈકાલે સાંજે અમન કુમાર નામના બે વર્ષના બાળકની હત્યા કરાયેલી લાશ જાડીઓમાંથી મળી આવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે બાળકના પિતા રૂદલ સરયુગ બિહારી યાદવ અને તેની પત્ની સુષ્માદેવી ‘કાસેજ’માં મજૂરી કરે છે અને ગાંધીધામ ખાતે રહેતા હતા તેઓ નિત્યક્રમ પ્રમાણે ગઈકાલે સવારે કામ પર ગયા બાદ સાંજે ઘરે આવ્યા બાદ મકાન માલિક પાસે છોડી જવાયેલ અમર કુમારને તેની માતા પોતાના ઘરે લઈ આવ્યા બાદ એકાએક બે વર્ષનો અમનકુમાર ગુમ થઈ ગયો હતો જેની શોધખોળ કરતા તે ઝાડિયોમાં માથામાં ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતક બાળકના પિતાએ ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ માટે અજાણ્યા ઈસમો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. રહસ્યથી ભરપૂર આ ઘટનામાં પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે મૃતકના માતા-પિતા નિત્યક્રમ પ્રમાણે કાસેજમાં મજૂરી કરવા ગયા બાદ સાંજે બંને સાથે પરત આવતા હોય છે પરંતુ ગઈકાલે મૃતકના પિતા થોડા મોડેથી આવ્યા હતા અને ત્યારબાદ બાળક ઇજાગ્રસ્ત હાલતમાં મૃત મળી આવ્યો હતો એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ ઘટનામાં રહસ્ય ગૂંટાઈ રહ્યું છે. નોંધનીય છે કે ફરિયાદીના ત્રણ સંતાનો પૈકી બે સંતાનો વતનમાં છે જ્યારે એક મરણ જનાર અમનકુમાર માતા-પિતા સાથે લાવ્યા હતા ત્યારે આ ઘટનામાં ક્યાંક નવો વળાંક આવવાની શક્યતા નકારાતિ નથી.
અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334