માંડવીમાં છેલ્લા 31’વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર-માંડવી તથા ઝવેરબેન લખમશી હરદાસ વાડીયા (શીરવા-માંડવી) તરફથી, તા. 28/10’ને શનિવારના બપોરના 3 : 30 થી 6 : 00 વાગ્યા સુધી સ્ત્રીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. સ્તન જનજાગૃતિ માસ નિમિત્તે દરેક જ્ઞાતિના બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિના યોજાનારા નિ:શુલ્ક કેમ્પમાં, પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણી સેવા આપનાર હોવાનું જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી તથા સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં જરૂર જણાશે તેવા બહેનોને પેપ સ્મીયર ટેસ્ટ સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે. દવાઓ 50% રાહત દરે આપવામાં આવશે. સોનોગ્રાફી તેમજ સ્તનની મેમોગ્રાફી જરૂર જણાશે તો નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો માંડવીના તેમજ આજુબાજુના ગામોના બહેનોને લાભ લેવા સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને સહમંત્રી મહેશભાઈ કંસારા એ અનુરોધ કરેલ છે. આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લેવા સંસ્થાના ફોન નંબર (7990099010) તથા (02834 224108) ઉપર નામ નોંધાવવા સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ સુનીલ મોતા – માંડવી દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334