Kutch Kanoon And Crime
GujaratKutchMundraSpecial Story

મુન્દ્રા કોમર્શ કોલેજ ખાતે NSUI તેમજ વિધાર્થી સંગઠનો સાથે ધારણ કરવામાં આવ્યા

આજરોજ મુન્દ્રા કોમર્સ કોલેજ ખાતે NSUI અને બીજા અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા માંગણીને લઇને ધરણા કરવામાં આવ્યા. ત્યારે મહત્વની બે માંગણી એવી છે કે જેમાં ૫૦ ટકા ફી માફ કરવામાં આવે અથવા હાલ ફી વસૂલ કરવાનુ મોકૂફ રાખવામાં આવે, જ્યારે કોલેજ ખુલે ત્યારે ફી લેવામાં આવે અને કોઈપણ પ્રકારની લેટ ફી લીધા વગર આ ફી લેવામાં આવે તેવી એનએસયુઆઇ અને અન્ય વિદ્યાર્થી સંગઠનોની માંગણી સાથે આજે વિરોધ પ્રદર્શન અને ધારણ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જ્યારે ઓનલાઇન ક્લાસીસ ચાલુ કરવાનું કોલેજ નક્કી કરી રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે ઓનલાઇન ક્લાસીસ દ્વારા શિક્ષણ પહોંચાડાશે તેની ચિંતા સાથે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જેમની પાસે સ્માર્ટફોનની સુવિધા નથી તેવા વિધાર્થીઓનું શું..? તેવા વિધાર્થીઓ ક્યાંથી શિક્ષણ મેળવશે..? આવા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ સંયોજક ઋષિરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આજ રોજ મુન્દ્રા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન માધવસિંહ સોલંકી સાહેબનો દુઃખદ અવસાન થતાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Kutch Kanoon And Crime

અંજારના મેઘપર બોરીચી ખાતે આવેલ પુરુષોત્તમ નગરમાં રહેતા રાજસ્થાની દંપતી પાસેથી 1 કરોડ 12 લાખનો હેરોઇન ડ્રગ્સ ઝડપાયો

Kutch Kanoon And Crime

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કચ્છ કલેકટર અમિત અરોરા સહિત IAS-IPSના નિવેદનો લેવાસે : SIT…

Kutch Kanoon And Crime

Leave a comment