કથિત અપહરણ અને ખંડણી માંગ્યાની આ ઘટનામાં નવા વળાંક સાથે ચોકાવનારો ઘટસ્પોટ થવાની શક્યતા
અંજારના એક ટિમ્બરના વેપારીનો 19 વર્ષીય કોલેજીયન પુત્ર ઘરેથી એકટીવાથી કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયા બાદ દિવસ દરમિયાન ઘરે પરત ન આવ્યા બાદ મોડી સાંજે ગુમ થનાર યસ સંજીવ કુમાર તોમર મામલે તેની માતા રેખાબેનને અજાણ્યા ફોન નંબર પરથી તેમના મોબાઈલ પર આવેલ ફોનમાં અજાણ્યા શખ્સ દ્વારા રૂપિયા સવા કરોડની ખંડણી માંગ્યાની અને ત્યારબાદ સંબંધિત ફોન સ્વીચ ઓફ થઈ ગયાની ઘટનાએ અનેક પ્રકારના રહસ્ય ઉભા કર્યા છે. આ આ મામલે અંજાર પોલીસને રાત્રે જાણ કરાયા બાદ પોલીસ દ્વારા વ્યાપક રૂપે હાથ ધરાયેલી તપાસમાં અંજારથી આદિપુર સુધીના CCTV કેમેરાની તપાસ દરમિયાન આ યુવક આદિપુર ખાતે દેખાયાનું સ્પષ્ટ થયું છે પરંતુ તેનો પત્તો હજી સુધી મળ્યો નથી. આ અપહરણ મામલે અનેક પ્રકારના રહસ્યો વહેતા થયા છે અને ખંડણી માગ્યાની આ ઘટનામાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જેમાં ગુમ થનાર યસ સવારે ઘરેથી એકટીવા લઈને નીકળ્યા બાદ કોલેજ પહોંચ્યો નથી અને ત્યારબાદ સાંજ સુધી ઘરે પણ પરત ફર્યો નથી ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ નથી જે આશ્ચર્ય છે. ઉપરાંત યસ ગુમ થયા બાદ મોડી સાંજે તેની માતાના મોબાઈલ પર અજાણ્યા શખ્સનો ફોન આવે છે અને યશને છોડાવવા રૂપિયા સવા કરોડની માંગણી કરવામાં આવે છે જેની જાણ પોલીસને કરાય છે પરંતુ જે નંબર પરથી ખંડણી માગતો ફોન આવ્યો, એ ફોન સ્વીચ ઓફ થઈ જાય છે જે શંકાસ્પદ છે. કારણકે ખંડણી માગનાર ખંડણીની રકમ ક્યાં પહોંચાડવી અથવા કોને આપવી તે અંગે કોઈ ખુલાસો કરતો નથી અને પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી નાખે છે આ ફોન અંગેની પોલીસ તપાસમાં ફોન વાપરનાર વ્યક્તિ સુધી પોલીસ પહોંચે છે પરંતુ એ વ્યક્તિ આ નંબર પરથી ફોન કર્યાની કે ખંડણી માગ્યાની બાબત મામલે અજાણતા દર્શાવે છે અને તપાસમાં પણ એ વ્યક્તિની કોઈ ભૂમિકા સ્પષ્ટ થતી નથી ત્યારે આ બાબત ગંભીર બની જાય છે.
આ ઉપરાંત યસ નું અપહરણ કરનાર વ્યક્તિ યશના ટિમ્બર વ્યવસાય સાથે સંકળાયેલા અને બ્રોકરનો વ્યવસાય કરનાર પિતા સંજીવ કુમાર તોમર સાથે વાત કરવાના બદલે યસની માતા રેખાબેનને ફોન કરે છે આ શંકાસ્પદ બાબત છે ત્યારે આ આખી ઘટનામાં કંઈક નવું વળાંક આવવાની શક્યતા સાથે ચોકાવનારો ઘટસ્ફ઼ૉટ થવાની શક્યતા કોઈ કાળે નકારી શકાતી નથી.
- પ્રકાશિત નિતેશ ગોર – 9825842334