Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPolitics

અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડયાર માટે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ક્ચ્છ આવતા મુખ્ય રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ

અબડાસા પેટા ચુંટણી રોજે રોજ નવા રંગોથી રંગાઈ રહી છે ત્યારે એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ખુદ પ્રચાર માટે આવવું પડ્યું તો કોંગ્રેસમાં હાર્દીક પટેલને પ્રચાર માટે ડોડવું પડ્યું આ બંને મુખ્ય પક્ષો વચ્ચે અચાનક ધમાકેદાર એન્ટ્રી મારનારા અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડયારના સમર્થન માટે ગુજરાતના માજી મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ પાર્ટીના અધ્યક્ષ એવા એક સમયના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા જોડાઈ ગયા છે ત્યારે આવતીકાલે 11 વાગે નલિયામાં જંગલેશ્વર ગ્રાઉન્ડ મધ્યે સભા સંબોધવાના છે તો હનીફ જાકબ બાવા પડયારના પ્રચારનો વેગ જોઈ બંને મુખ્ય પક્ષો ચિંતામાં મુકાઈ ગયા છે. પરંતુ તે વચ્ચે આજે શંકરસિંહ વાધેલા કચ્છ આવ્યા અને ખુલ્લા સમર્થન સાથે ભાજપ-કોગ્રેસને અપક્ષથી દુર રહેવા ખુલ્લી ચીમકી આપી હતી. તો બાપુએ અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડયારના સમર્થનમાં બે દિવસ માટે કચ્છમાં પ્રચાર માટે આવ્યા છે જ્યા તેઓએ ભાજપ-કોગ્રેસની ખરીદ વેંચાણ નિતીથી ફરી ચુંટણી આવી છે તેથી પ્રજામાં આક્રોષ છે અને અપક્ષ ઉમેદવાર નવો ચીલો ચિતરશે તેવી આશા વ્યક્ત કરી ગુજરાતના 5 અપક્ષ ઉમેદવારોને તેઓએ ટેકો જાહેર કર્યો હતો. ભાજપ અને કોગ્રેસ બન્નેને ખુલ્લી રીતે કહ્યુ હતુ કે હવે હનીફ બાવા અપક્ષ નથી હુ તેમની સાથે છુ.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

સિદ્ધપુર ખાતે ૪૫ લાખની ચોરીની ખોટી ફરિયાદ કરનાર ફરિયાદી ઈસમની ધરપકડ

Kutch Kanoon And Crime

ભાઈ ચારો અને કોમી એકતાનું બીજું નામ એટલે ક્ચ્છ જિલ્લો : પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરાયો

મુન્દ્રા તાલુકાના મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવતા ઝરપરા ગામે આજે સવારે બહાર આવેલી હત્યાની ઘટનામાં આરોપી પતિએ પણ આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું…

Kutch Kanoon And Crime

Leave a comment