10 કરોડ રૂપિયા પડાવવા માટે અંજારના ફાયનાન્સર અનંત તનાને હની ટ્રેપમાં ફસાવવાના ગુનાના મુખ્ય આરોપી મનાતા રમેશ રણછોડદાસ જોશીએ તબીબી આધાર પર 30 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી ભુજ સેશન્સ કોર્ટમાં કર્યા બાદ નામદાર અદાલતે વચગાળાના જામીન માટેની અરજી નામંજૂર કરી હતી…
રમેશ જોષીએ ફરી એકવાર ભુજની સેશન્સ કોર્ટમાં છઠ્ઠા અધિક સેશન્સ જજ શ્રી વી.વી. શાહ સમક્ષ પોતાની બીમારી શબબ મુંબઈ ખાતે સારવારની રજુઆત કરતાં 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા આ અંગેની સુનવણી દરમિયાન વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.એસ. ગઢવીએ દલીલો કરતા જણાવ્યું હતું કે ઇમરજન્સી હોય તેવા સંજોગોમાં ભુજમાં નિષ્ણાંત સિવિલ સર્જનની સેવા ઉપલબ્ધ છે અને તેમ છતાં પણ વધુ કોઈ સારવારની સ્થિતિ ઊભી થાય તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકાય છે શ્રી ગઢવીએ દલીલો કરતા કહ્યું હતું કે જેલમાંથી યોગ્ય સારવાર ન થવાનો કોઈ મુદ્દો જ નથી અને આરોપી દ્વારા જે પ્રમાણપત્રો રજૂ કરાયા છે એ જૂના છે. ધારાશાસ્ત્રી શ્રી ગઢવીની દલિલોને ગ્રાહય રાખી છઠ્ઠા અધિક સેશન્સ કોર્ટ દ્વારા વચગાળાના જમીન માટેની અરજી ફગાવી દેતા વિદ્વાન જજ શ્રીએ જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ તબીબી રિપોર્ટ અને પ્રમાણપત્ર જે રજૂ કરાયા છે એ જાન્યુઆરી મહિનાના છે અને આરોપી જોશી પર ત્યાર પછી સર્જરી થયેલી છે અને સારવાર પૂર્ણ થયા બાદ તેમની ધરપકડ થયેલી છે આ ઉપરાંત જેલ ઓથોરિટી મારફત શ્રી જોશીને ઈમરજન્સી સારવારની જરૂર પડી હોય તેવી કોઈ રજૂઆત આવેલ નથી છતાં પણ ઇમરજન્સી સારવારની જરૂરત ઊભી થાય તો ભુજમાં ઇમરજન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલ છે. નોંધનીય છે કે રમેશ જોષીએ પોતાની ધરપકડ થયા બાદ આ અગાઉ નિયમિત જામીન અરજી તારીખ 20’મી જૂને કરેલી જેને કોર્ટે ફગાવી દીધી હતી. એ અરજી ફગાવતી વેળાએ કોર્ટે ગુનામાં આરોપી રમેશ જોષીની સંડોવાળી હોવાનું નોંધ્યું હતું. કારણ કે આ પ્રકરણમાં સુરત રહેતી આશા ગોરી નામની યુવતી કથિત દુષ્કર્મ બાદ છેક મુંબઈમાં આરોપી રમેશ જોષી પાસે રજૂઆત કરવા માટે શા માટે ગયેલી…? ઉપરાંત ફરિયાદી અનંત તના પર ગોવામાં થયેલ કઠિત દુષ્કર્મ કેસમાં પણ રમેશ જોષીની ભૂમિકા સ્પષ્ટ થઈ છે આ ઉપરાંત અનંત તના વિરુદ્ધ સ્થાનિક અખબારોમાં પેડ ન્યૂઝ જાહેર ખબર રૂપે છપાવ્યા હોવાનું અને ફરિયાદીના સગા સંબંધી અને ફરિયાદીને સમાધાન માટે પત્રો લખી સમાધાન થાય તો ફરિયાદ રદ કરી દેવાનું અને ફરિયાદ ન થાય તો માનહનીનો કેસ કરવાની સલાહ રમેશ જોષીએ આપેલી ત્યારે આ હની ટ્રેપ મામલામાં અન્ય આરોપીઓની તુલનાએ રમેશ જોશીની ભૂમિકા વધુ ગંભીર હોવાનું જણાઈ આવે છે તેમ જણાવીને નામદાર સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334