Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ

કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ આદિપુરના ફાઇનાન્સર અનંત તન્ના પાસેથી 10 કરોડની ખંડણી માંગ્યાની નોંધાયેલી ફરિયાદમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર થઈ ગયેલા ભચાઉના એડવોકેટ હરેશ હધુભા કાંઠેચાની આજે ભુજ અંજાર રોડ પર રતનાલ નજીકથી ધરપકડ કરી લેવાઈ હતી. ગુના શોધક શાખાના P.I. ના જણાવ્યા પ્રમાણે અનંત તન્ના પાસેથી 10 કરોડની ખંડણી મામલે ભુજ બી/ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઠ મહિના અગાઉ ગુનો નોંધાયો હતો. આ ગુના કામે છેલ્લા આઠ મહિનાથી ભચાઉના આરોપી એડવોકેટ હરેશ કાઠેચા ફરાર હતો. આ મામલામાં અગાઉ આશા ગોરી, વિનય ઉર્ફે લાલો રેલોન, જેન્તી ઠક્કર, તેના ભાણેજ કૌશલ ઠક્કર, ઉપરાંત કચ્છ લડાયક મંચના રમેશ જોષી સહિત પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે હરેશ કાંઠેચા ફરાર હતો તેને પકડી પાડવા રેન્જ I.G. જે.આર. મોથાલીયા અને પશ્ચિમ કચ્છ પોલીસવાળા કરણરાજ વાઘેલાએ આપેલી સુચના પ્રમાણે આજે આરોપી હરેશ કાંઠેચા રતનાલ નજીક દેખાયાની હકીકત મળતા LCB’ને આ મામલે સતર્ક કરી આરોપીને પકડી પાડવા સૂચના અપાઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચનાઓના પગલે હરકતમાં આવેલ LCB શાખાએ તપાસ હાથ ધરી રતનાલ નજીકથી હરેશ કાઠેચાને પકડી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે આવતી કાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવામાં આવે જેમાં વધુ કેટલાક નામો સામે આવી શકે તેવી શક્યતા દેખાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ફ્રિજ પર રાખેલો ફોન પડી જવાથી તૂટી જતાં પત્નીને જીવતી સળગાવી નાખનાર પતિને આજીવન કેદની સજા

Kutch Kanoon And Crime

મુન્દ્રા માંડવી હાઈવે પર એક દિવસમાં બીજા અકસ્માતે વધુ એક ભોગ લીધો

Kutch Kanoon And Crime

કોઠારા ગામે કૂવામાંથી મળેલી યુવાનની લાશમાં હત્યાનો પર્દાફાશ થયો

Kutch Kanoon And Crime

Leave a comment