ભુજ B. S. F. હેડ ક્વાર્ટર ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા કચ્છી યુવાનની પાકિસ્તાની મહિલા એજન્ટને ગુપ્ત માહિતી પહોંચાડતા A.T.S.એ ધરપકડ કરી…
ભુજ ખાતે આવેલ B.S.F.-59‘ના હેડ ક્વાર્ટર ખાતે P.W.D.ના ઇલેક્ટ્રીક વિભાગમાં ઓફિસ પટાવાળા તરીકે ફરજ બજાવતા નિલેશ વાલજી બળીયા નામના યુવાનને BSF’ની ગુપ્ત માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી I.S.I.માટે કામ કરતી અદિતિ તિવારી નામની મહિલા એજન્ટને પહોંચાડતો હોવાના સનસનીખેજ ખુલાસા પછી નિલેશ બળીયા નામના યુવકને ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ વિરોધી ટીમ (ATS) એ પકડી પાડી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની મળતી માહિતી પ્રમાણે ભુજ BSF હેડ ક્વાર્ટર ખાતે ઇલેક્ટ્રીક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો નિલેશ વાલજી બળિયા નામનો યુવાન શકમંદ ગતિવિધિ કરતો હોવાની બાતમી મળ્યા બાદ ગુજરાત ATS ના D.G.ના સીધા માર્ગદર્શન હેઠળ ATS ના P.I., ડી.બી. બસીયા અને તેમની ટીમે ભુજ આવી નિલેશ વાલજી બળીયાને ઉપાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાતા સનસનીખેજ જાસુસી કાંડનો પર્દાફાસ થયો હતો. B.S.F.-59‘માં ભુજ હેડકવાટર ખાતે P.W.D.ના ઈલેક્ટ્રીક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો નિલેશ બળીયા પાંચ વર્ષ અગાઉ નોકરીમાં જોડાયો હતો. દરમિયાન ગત જાન્યુઆરી 2023‘માં કોઈ અદિતિ તિવારી નામધારી યુવતીના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યા બાદ તે લાલચમાં આવીને અહીંની ગુપ્ત માહિતી સંબંધીત યુવતીને whatsapp’ના માધ્યમથી મોકલવાનું શરૂ કર્યું હતું. નિલેશની આકરી પૂછપરછમાં અદિતિ નામની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ સંબંધિત યુવતીએ તેની પાસેથી ભારતીય ફોજને લગતી ગુપ્ત માહિતી મોકલવા માગણી કરી હતી અને તેના બદલામાં સારી એવી રકમની લાલચ આપી હતી એ પ્રમાણે નિલેશે B.S.F. હેડ ક્વાર્ટર ભુજ ખાતે ચાલી રહેલા બાંધકામ અને આગામી સમયમાં શરૂ થનારા નવા બાંધકામ અંગેની ફોટો સહિતની માહિતી સંબંધીત યુવતીને મોકલ્યા બાદ તેને ‘paytm‘ મારફત રૂપિયા 28, 800 તેના બેંક ખાતામાં જમા થયા હતા. નિલેશની ધરપકડ સાથે તેની પાસેથી કબ્જે થયેલા મોબાઈલમાંથી અદિતિ તિવારી સાથે કરેલી ‘whatsapp‘ચેટ કોલ ડિટેલ્સ અને મોકલાવેલ ફોટો તથા ગુપ્ત માહિતી અંગેના પુરાવા મળી આવ્યા છે આરોપી અને ગદ્દાર એવા નિલેશ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 121, 123 તથા 120બી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નિલેશની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે જેમાં હજુ ચોકાવનારી વિગતો ખુલવાની શક્યતા જોવાય છે. આમ એક કચ્છી યુવાન યુવતીના ચક્કર અને પૈસાની લાલચમાં ભારતીય સૈન્યની અત્યંત ગંભીર અને ગુપ્ત માહિતી દુશ્મન દેશની એજન્ટને પહોંચાડીને પોતાની જિંદગી પણ બરબાદ કરી નાખી છે. આ ઘટનાએ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ સામે પણ અનેક સવાલ ઊભા કર્યા છે, કે અહીં છેલ્લા છ મહિનાથી જાસૂસી નેટવર્ક ચાલતું હોવા છતાં તેની ગંધ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓને કેમ નથી આવી ATS’ને જો માહિતી મળતી હોય તો સ્થાનિક એજન્સીઓ શું કરે છે આ સવાલ થયા વિના રહેતો નથી. જોકે BSF‘ના D.G. રવી ગાંધીએ પકડાયેલ આ યુવાન BSF’નો કર્મચારી ન હોવાની સ્પષ્ટતા કરી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334