કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, મંત્રી હિતેશભાઈ ઠકકર, મહીલાશ્રમના પ્રમુખ હર્ષદભાઇ ઠકકર, યુવા મંડળના સહમંત્રી રાજવીબેન ઠકકર, આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન પરેશભાઇ ઠકકર, સંવેદના અને શબદ પોડકાસ્ટના પ્રેરક હિમાંશુભાઇ રાસ્તે, વેદાંગ યોગ સ્ટુડીયોના પૂર્વીબેન સોની, વોર્ડ નં. ૯ ના કાઉન્સીલર દિપ્તીબેન રૂપારેલ, શ્રધ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના મીતાબેન ગોર તથા સંલગ્ન સંસ્થાના પ્રમુખ, હોદેદારો, કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. શરૂઆતમાં મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠકકરે સૌને આવકાર્યા હતા. મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેએ મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી. નાના બાળકો માટે રાધા ક્રિષ્ના તથા દેશભકિતની થીમ પર ફેન્સી ડ્રેસ હરિફાઇ તથા બહેનો માટે ત્રિરંગી સ્વીટ ડીશ હરિફાઇનું આયોજન કરેલ હતું. આ હરિફાઇઓ માં જજ રચનાબેન શાહ તથા દીપાબેન ભીંડે રહ્યા હતા. ત્યારબાદ બીજલબેન ઠકકર દ્વારા સ્વતંત્રતા દિવસ તથા જન્માષ્ટમી સ્પે. મ્યુઝીકલ હાઉઝી રમાડવામાં આવી હતી. આ હાઉઝીના માધ્યમથી સૌએ દેશભકિત અને ક્રિષ્નભકિત એક સાથે કરી હતી. મ્યુઝીકલ હાઉઝીની ગિફટના સ્પોન્સર પ્રેમીલાબેન ઠકકર, દેશભકિતની થીમ પર વેષભુષાના સ્પોન્સર મીરાબેન ઠકકર, રાધા ક્રિષ્ના થીમ તથા ત્રિરંગી સ્વટિ ડીશ હરિફાઇ ગિફટના સ્પોન્સર નીરાલીબેન સોમૈયા રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મમતાબેન ઠકકર, સહમંત્રી શીલાબેન માણેક, સલાહકાર જયોતિબેન પવાણી, પ્રોજેકટ ચેરમેન વૈશાલીબેન શેઠીયા, મધુબેન પલણ તથા કારીબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મહાજનના સ્ટાફ મેમ્બર્સ જતીનભાઈ ઠકકર, મહેન્દ્રભાઈ ઠકકર, સાગરભાઈ ઠકકર, પચાણભાઈ રબારી, રાજુભાઇ આહીરનો સાથ સહકાર રહ્યો હતો તથા સંચાલન દુલારીબેન ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રકાશિત : નિતેશ ગોર
અહેવાલ : જૈમિનિ ગોર ભૂજ દ્વારા