આખરે પાલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન LCB’ને ત્રણ મોબાઇલ હાથ લાગતાં આગામી કલાકોમાં સનસની ખેજ ખુલાસાની શક્યતા
કચ્છ જિલ્લામાં બહુચર્ચિત હની ટ્રેપ અને ચાર કરોડની ખંડણી માંગ્યાની ઘટના અનુસંધાને આ સંપૂર્ણ ઓપરેશન પાલારા જેલમાંથી મોબાઈલ મારફત થયાના ખુલાસા પછી રાજકોટ જેલના એસ.પી બન્નો જોશી અને તેમની ટીમ દ્વારા પાલારા જેલમાં તપાસણી હાથ ધરાઈ હતી પરંતુ જેલમાં બંધ મનીષા ગૌસ્વામી અને તેની બેરેકમાંથી કે જેલમાંથી કંઈ પણ હાથ ન લાગ્યા બાદ પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસન પર માછલા ધોવાનું શરૂ થતા હરકતમાં આવેલ પોલીસ પ્રશાસન દ્વારા આજે પશ્ચિમ કચ્છ LCB, PI, શ્રી ચુડાસમા અને તેમની ટીમે પાલારા જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આખરે એક નહીં પરંતુ ત્રણ ત્રણ મોબાઇલ કબ્જે કરતા હડકંપ મચી ગયો છે. જોકે આ ત્રણ મોબાઇલ કોની પાસેથી કબ્જે થયા છે અથવા બીનવારસુ મળ્યા છે એ અંગેની કોઈ જ માહિતી (કેશને સંલગ્ન હોય હાલ પુરતી) જાહેર કરાઈ નથી પરંતુ પાલારા જેલમાંથી ત્રણ મોબાઇલ કબજે થયાનું અને આ ત્રણેય મોબાઈલના તાર બહુચર્ચિત હની ટ્રેપ કાંડના આરોપીઓ સુધી હોવાનું મનાય છે એટલું જ નહીં પરંતુ એક સાથે ત્રણ મોબાઈલ મળી આવતા જેલની અંદર બેઠેલા અને જેલની બહાર ગતિ વિધિ ચલાવતા કહેવાતા સફેદ સજ્જનોના પછીના છૂટવા લાગ્યા છે આ હકીકત છે.
મળતી માહિતી પ્રમાણે આ ત્રણ મોબાઇલને લઈને આવતીકાલે ચેકીંગ હાથ ધરી મોબાઈલમાંથી પુરાવાઓ હાથ ધરવામાં આવશે જેમાં ખૂબ મોટો ખુલાસો થવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ તો ત્રણ મોબાઈલની રિંગ ભુજની ખાસ પાલારા જેલમાંથી છેક LCB એ સાંભળી લીધી છે પરંતુ બીજી કોઈ એજન્સીએ નથી સાંભળી, હવે આ મોબાઈલની રિંગ અનેક સફેદ સજ્જનોની ઊંઘ ઉડાડી નાખી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334