ભવ્ય દેઢિયા નામનો નશાની લતે ચડેલા યુવાનનો તેની દાદીએ જ ભાંડો ફોડી નાખ્યો
ગઢસીસા ગામે બે દિવસ અગાઉ ગુણામાં ઉર્ફે ગુણવંતીબેન વલ્લભજી વીંછીવોરા નામના વૃદ્ધાની હત્યા થયાની ઘટના બાદ આખરે આ વૃદ્ધાની હત્યા કરીને લૂંટને અંજામ આપી ફરાર થઈ જનાર ભવ્ય પિયુષ ડેઢીયા નામના યુવાનને મુંબઈના ડોમ્બીવલી ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે જેને સ્થાનિક લઈ અવાયા બાદ સંભવત આજે ઘટના સ્થળે રિકન્ટ્રક્શન કરાવવામાં આવશે. પ્રાથમિક રીતે મળતી માહિતી પ્રમાણે ભવ્ય આ બનાવો બન્યાના બે દિવસ અગાઉ ગઢસીસા આવ્યો હતો અને મૃતક મહિલાની સામે જ રહેતા પોતાની દાદી પાસે રોકાયો હતો આ દરમિયાન બિલકુલ બેરોજગાર અને લગભગ નશાની લતે ચડી ગયેલા ભવ્યએ ગુરુવારે સાંજના સમય મૃતક મહિલા ગુણવંતી બેનની હત્યા કરી તેમના શરીર પરથી દાગીના વગેરે ઉતારી રાતોરાત ટ્રેન પકડી મુંબઈ નાસી ગયો હતો. શુક્રવારે બપોરે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અડોશપડોશની પૂછપરછમાં આરોપી ભવ્યના દાદી હાંસબાઈમાએ આ ઘટના અંગે પોતાના પૌત્ર ભવ્ય પર શંકા વ્યક્ત કરી પોલીસને વિગતો આપી હતી અને પોતાના પુત્રને ફોન કરી બનાવની જાણ કરતા ભવ્યના પિતા પિયુષ ડેઢીયાએ વિષ્ણુ નગર પોલીસને જાણ કરી પોતાના પુત્ર ભવ્યને પોલીસના હવાલે કરી દીધો હતો. વિષ્ણુ નગર પોલીસે ભવ્યની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ ગઢશીશા પોલીસને જાણ કરતા ગઢસીસા પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ભવ્યનો કબજો લઈ ગઢીસીસા લઈ આવી છે અહીં ભવ્યને લાવ્યા બાદ ઘટના સ્થળે રીકન્ટ્રક્શન સાથે ભવ્યની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે. જૈન સમાજનો આ યુવાન કાઈ રીતે નશાની હાલતમાં ચડ્યો જે નશાની કટે યુવાનને અપરાધી બનાવી નાખ્યો છે. આ કિસ્સાથી હવે સમાજ જાગૃતિની જરુરત છે. જૈન સમાજની વાત કરીએ તો એની ચુસ્ત સમાજ છે જૈન સમાજમાં લગભગ કોઈ અહી જે નશાની દુનિયામાં પડી ગયું હસે બાકી ફક્ત અને ફક્ત ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ અને સેવામાં મનનારું આ સમાજનો આ યુવાન કઈ રીતે નશાની લતે ચડ્યું તે માટે હવે સમાજ જાગૃતિની 100% જરુરત છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334