Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutch

ભાડા વિસ્તારમાં નિયમો વિરુધ્ધ બાંધકામો સામે કાર્યવાહી કરાશે : ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની

ભુજ શહેરના ખારસરા મેદાનની પાછળના ભાગમાં મહેરૂમ પાર્કની સામે આવેલ નવી મુશ્લીમ એજ્યુકેશન સ્કુલ ચોકડીને અડીને આવેલ ખાનગી જમીન પર 1300ચો. ફુટ.જેટલું બિનધિકૃત બાંધકામ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આજ રોજ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા અમલી બાંધકામના નિયમોને નેવે મુકી વિના કોઈ બાંધકામ પરવાનગીએ બાંધકામ થેયેલ છે તેવું ફલિત થતાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળનામાન. અધ્યક્ષ અને કલેક્ટરશ્રી-કચ્છના માર્ગદર્શન હેઠળ મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટરશ્રી-ભુજ દ્વારા નિર્દેશ થઈ આવતાં ખાનગી વ્યકિતઓ દ્વારા બનાવેલ પાંચ બિનધિકૃત દુકાનો નિયમાનુસાર તોડી દૂર કરવામાં આવેલ છે.

ભાડાના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડી દ્વારા પોલીસના સહકાર સાથે સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે મદદનીશ કલેક્ટર-ભુજ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી મનીષ ગુરવાની દ્વારા જણાવાયું હતું કે ભાડા વિસ્તારમાં બાંધકામ પરવાનગીના નિયમો વિરૂધ્ધ કોઈપણ બાંધકામ સાંખી લેવામાં આવશે નહીં.  આ પ્રકારના બિનધિકૃત બાંધકામો અને વ્યકિતઓ વિરૂધ્ધ નિયમાનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડ્યે સરકારશ્રીના લેન્ડ ગ્રેબીંગ કાયદા સહીતની નીતિની જોગવાઈઓ ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવશે. પરવાનગી મેળવ્યા બાદ જ મંજૂર થયેલ નક્શા અને ઉપયોગને સુસંગત બાંધકામ કરવા શ્રી ગુરવાનીએ અપીલ કરી હતી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા કોમર્શ કોલેજ ખાતે NSUI તેમજ વિધાર્થી સંગઠનો સાથે ધારણ કરવામાં આવ્યા

Kutch Kanoon And Crime

માધાપર ખાતેથી ટેસ્ટ દ્રાઈવના બહાને ફોરર્ચ્યુનર કાર હંકારી જનાર ભગવાધારી મુન્દ્રાના પત્રીનો પ્રદીપ પોપટલાલ શાહ નીકળ્યો

મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના ગુનાના ફરાર બંને આરોપીને ગણતરીના સમયમમાં પકડી પડાયો

Leave a comment