દેશ-વિદેશનાં હરિભક્તો દ્વારા કરાયેલા મંત્ર લેખનના કાર્યને બદ્રીકાશ્રમ ખાતે પ્રદર્શનીમાં મુકવામાં આવ્યું : યુવક-યુવતિ મંડળની ૨૦ વર્ષની સફરને ડોક્યુમેન્ટરીનાં માધ્યમથી રજુ કરાઇ : સંવાદ કક્ષમાં લોકોનાં પ્રશ્નોનું સમાધાન કરાયું
ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં બદ્રીકાશ્રમ ખાતે કચ્છ નરનારાયણ દેવ યુવક-યુવતિ મંડળ દ્વારા પ્રદર્શની રાખવામાં આવી હતી. સફળતા નામક આ પ્રદર્શનીમાં લોકોને મંડળની ૨૦ વર્ષની સફરને ડોક્યુમેન્ટરીનાં માધ્યમથી રજુ કરવામાં આવી હતી.આ સિવાય મંત્ર દર્શન તેમજ લોકોની સમસ્યાનું સમાધાન સ્થળ ઉપર જ કરી શકાય તે માટે સંવાદ કક્ષનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
પ્રદર્શનનાં સંચાલક રાજેશ ભોજાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કુલ ત્રણ ખંડમાં યોજાયેલા પ્રદર્શનનાં પહેલા ખંડમાં મંત્ર પોથી દર્શન મુકવામાં આવ્યું હતું. ૨૦૦ વર્ષનાં યજ્ઞ નિમિત્તે દેશ-વિદેશમાં જે રીતે સ્વામિનારાયણ મહામંત્રનું લેખન કરવામાં આવ્યું હતું, હરિભક્તોને મંત્ર લેખન માટે આપવામાં આવેલી બુકો ભરાઇને આવી જતાં તેનું કલેક્શન કરીને અહીં આકર્ષક રૂપે ગોઠવવામાં આવ્યું હતુંં. જેને લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. મહત્વની વાતએછેકે, દેશ-વિદેશનાં હરિભક્તો દ્વારા મહોત્સવ અંતર્ગત ૨૨૦ અબજ મંત્ર લેખનનું કાર્ય કર્યુ હતું. માત્ર મંત્ર લેખનની બુકો જ નહીં પરતંુ નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ અને ઘનશ્યામ મહારાજની મુર્તિ અને તેના વાઘા સહિત અલગ અલગ કલરની પેન દ્વારા મંત્ર લેખન લખીને તૈયાર કરવામાં આવી હતી. તેને પણ અહીં મુકવામાં આવી હતી. આ પૈકી એકતો વિશાળ મંત્ર લેખન મુર્તિએ સૌકોઇનું ધ્યાન ખેચ્યુ હતું.
અહીં મુકવામાં આવેલી મુર્તિ પોણાબે લાખ મંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ મુર્તિની આંખ બે હરિભક્તોએ એક અઠવાડીયામાં તૈયાર કરી હતી. જ્યારે આખી મુર્તિ કેરા મંદિરનાં સાખ્યયોગી બહેનો અને યુવતી મંડળ દ્વારા એક અઠવાડીયામાં પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે બીજા ડોમમાં યુવક અને યુવતિ મંડળનાં ૨૦ વર્ષ પૂર્ણ થયા તેની ઉપલક્ષમાં એક ડોક્યુમેન્ટરી બનાવામાં આવી હતી, તે અહીં દર્શાવવામાં આવી હતી. તેમાં મંડળ દ્વારા કરેલા ૨૦ વર્ષનાં કાર્યોને વર્ણવવામાં આવ્યા હતાં. યુવક-યુવતિ જ્યારે મંડળમાં જાેડાયા તે પહેલા ઘણા બધા યુવાનો કેવા વ્યસની હતા, કેવી કુટેવો હતી, ઘણા બધા સામજીક પ્રશ્નો હતાં એ બધા પ્રશ્નોનું નિવારણ થાય તે માટે યુવક મંડળમાં જાેડાયા હતાં અને આ તમામ પ્રશ્નોનું સમાધાન થતાં તેમના જીવન પણ બદલાયા છે તે દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. ત્રીજા અને આખરી સંવાદ કક્ષમાં મુલાકાતીઓનાં સામાજીક, ધાર્મિક, પારિવારિક પૈકીનાં કોઇપણ પ્રશ્ન હોયતો તેને પ્રોફેસરો, ડોક્ટરો સહિતનાં યુવાનોની ટીમ દ્વારા સ્થળ ઉપર જ નિરાકરણ કરવા માટે, તેમજ જીવનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહીં બેસવા માટે આખેઆખુ નચરલ લાકડા થકી સીટીંગ તૈયાર કરવામાં આવ્યું તે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. સફળતા નામક આ પ્રદર્શનીનો નવ દિવસ દરમ્યાન ઘણા બધા મુલાકાતીઓએ લાભ લીધો હતો. છેલ્લા દિવસે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ શિધ્ધી મેળવનાર દેશ-વિદેશનાં સત્સંગનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334