તારીખ 15/1/2021ના રોજ અંજારના એક વેપારીની દીકરીનો અપહરણ કરી તે વેપારી પાસે દીકરીને છોડાવવા માટે 10 કરોડની ખંડણી માંગી હતી જેમાં વેપારીએ પોલીસને જાણ કરતા પૂર્વ ક્ચ્છ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી દીકરીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવી પરિવારજનોને સુપરત કરી હતી. જેતે સમય આ અજાણ્યા અપહરણકારો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી ત્યાર બાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની અટક કરવામાં આવી હતી જેમાં સૉર્ટ ફિલ્મ ડાયરેકટરનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ વધુ એક આરોપી સુનિલ ઉર્ફે પપ્પુ કાંતિલાલ વાઘમશી સોરઠીયા ઉં.વ. ૨૮ રહે મકાન નંબર ૧૩/સી, રાધાકૃષ્ણ મંદિર પાસે, જૂની કોર્ટ પાછળ, વિજયનગર વાળાની આજે ધરપકડ કરાઈ છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
અહેવાલ : અંજાર બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334