Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ તાલુકાના સુખપર ગામે યુવાન મહિલાની રહસ્યમય હત્યા કે આત્મહત્યા..?

ભુજ તાલુકાના સુખપર ગામે આજે એક ૩૫ વર્ષની યુવાન પરિણીતાની ગળું કપાયેલી લાશ તેના ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે ભુજના સુપરથી પટેલ ચોવીસીના ગામો થઈને છેક આફ્રિકા કેન્યા સુધી હડકંપ મચાવી દેનાર આ ઘટનાએ રહસ્યના તાણા-વાણા સર્જ્યા છે. આજે સવારે 11 30ના અરસામાં સુખપરના જુના વાસ વિસ્તારમાં રહેતી વિજયાબેન પ્રવિણ ભુડીયા નામની 35 વર્ષીય પરિણીતા પોતાના ઘરમાં ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત મૃત હાલતમાં બેડરૂમમા ઉંધી પડેલી સ્થિતિમાં મળી આવી હતી ચોંકાવનારી બાબત એ છે કે આ મહિલા મૃત હાલતમાં મળી આવી ત્યારે તેણીની માતા અને બહેનો ઘરની બહાર ઓટલે બેઠી હતી અને મૃતક વિજયાબેનની દીકરી ઘરમાં જતા તેણે માતાને મૃત હાલતમાં જોતા આ પ્રકરણ બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તેના પતિ પ્રવીણ ભુડીયાને જાણ કરાતા ભુજ ખારી નદી રોડ પર ચાલી રહેલ કન્ટ્રક્શન કામ ઉપર કામ કરતો પ્રવીણ ઘરે દોડી ગયો હતો અને પોતાની પત્નીને ભુજ હોસ્પિટલમાં ખસેડતા તેને મૃત જાહેર કરાઇ હતી પ્રાથમિક પૂછપરછમાં પ્રથમ મરણ જનાર પરિણીતાએ આત્મહત્યા કર્યાની વાત કરવામાં આવી હતી પરંતુ મરણ જનાર વિજયાબેનને માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા હોય તેની હત્યા કરાયાનું સ્પષ્ટ થયું છે આ ઘટનાના પગલે માનકુવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને વિશેષ તપાસ હાથ ધરાઇ છે. દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મરણ જનાર વિજયાબેનની હત્યાએ રહસ્યના તાણા વાણા સર્જાયા છે આ પ્રકરણની તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટની શક્યતા જોવાઈ રહી છે આ ઘટનાએ પટેલ સહિતના ગામોમાં ખળભળાટ સાથે છેક આફ્રિકા અને ગલ્ફના દેશોમાં પણ પડઘા પડયા છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

કાઉન્સિલરની હવામાં ફરતા મેડિકલ સ્ટોરના ત્રણે જણાની પશ્ચિમ ક્ચ્છ ભુજની વીરાંગના ટિમે હવા કાઢી નાખી…

Kutch Kanoon And Crime

મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના ગુનાના ફરાર બંને આરોપીને ગણતરીના સમયમમાં પકડી પડાયો

અનલોક-1માં પૂર્વ કચ્છમાંથી 20 લાખના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી એલ.સી.બી. : આરોપીઓ ગેરહાજર

Kutch Kanoon And Crime

Leave a comment