Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutchSpecial Story

હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર

સમગ્ર ગુજરાતમાં ચકચારી હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપી એડવોકેટ વિવેકસિંહ રાણુભા જાડેજા અને પરેશ ખીમજી રંધોડિયાને આજે નખત્રાણા કોર્ટમાં રજૂ કરાયા બાદ અદાલતે બંને આરોપીઓના 10-10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આ સાથે જ હવે આ બહુચર્ચિત હની ટ્રેપ મામલે પકડાયેલા કુલ ચાર આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. નોંધનીય છે કે હની ટ્રેપ મામલે ગુનો નોંધાયો તે વખતે નવ આરોપીઓના નામ જોગ સીધી રીતે સંડોવણી સાથે નામ જોગ ગુનો દાખલ થયો હતો જેમાં હવે વધુ બે આરોપીઓની પણ સંડોવણી જણાતા વધુ બે જણાનો ઉમેરો થતાં અત્યાર સુધી આ આંકડો 11 પર પહોંચ્યો છે પરંતુ આ પ્રકરણમાં હજુ સાત આરોપી પકડવાના બાકી છે. વાત કરીએ તો મનીષા પાસે રહેલા મોબાઈલ અચાનક ગુમ થઈ ગયો છે તો તપાસનીશ ટીમ જેલમાં બંધ મનીષાની તાકાત સામે પાણીમાં બેસી ગઈ છે કચ્છના અધિકારીઓએ વિશ્વાસ તોડી નાખ્યો એટલે હવે છેક રાજકોટથી આવેલી તપાસ ટીમ પણ ખાલી હાથે પરત ફરી હતી તો વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જો હવે આવા હલકી કક્ષાના ધંધામાં પડી જાય તો લોકો વિશ્વાસ કોના પર કરશે. કેમ કે આ હની ટ્રેપ કેશમાં અત્યાર સુધી 11 આરોપીઓમાં ત્રણ તો વકીલાત વ્યવસાય સાથે જોડાયેલા છે. બાકી જેલ બહારથી હજી કેટલાય એવા હસે જેઓ દોરી સંચાર કરી રહ્યા હોય..!? હકીકતે તો હવે બાર એસોસિયેશન પણ મેદાનમાં આવી તટસ્થ તપાસ સાથે રજૂઆત કરવી જોઈએ કેમ કે રાજકીય, પોલીસ, પત્રકાર અને વકીલ એવા ચાર જવાબદાર લોકો હોય જેમના પર પ્રજા વિશ્વાસ મૂકે છે પણ અહી તો વકીલો પોતાની ફરજમાં આવતી તટસ્થ વકીલાત ચાંતરી રહ્યું છે. પત્રકાર પોતાની પત્રકારિતા, પોલીસ પોતાની ફરજ, અને રાજકીય નેતા પ્રજાની સેવા.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઆેને ફરજમાંથી ડિસમિસ કયારે કરાશે

Kutch Kanoon And Crime

BJP પરષોત્તમ રૂપાલાથી આટલી શા માટે ડરે છે..!? : જાણો કારણો…

Kutch Kanoon And Crime

સરકાર કહે છે ઓનલાઈન અભ્યાક કરો… પિતાએ 15 વર્ષના દીકરાને મોબાઇલથી દુર રહેવા કહ્યું ને દીકરાએ કર્યો આપઘાત

Kutch Kanoon And Crime

Leave a comment