Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

“કોરોના મહામારીનાભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરમાંથી ૬.30 લાખની ચોરીનો આંક 15.30 લાખ પર પહોંચ્યો”

પગલે મુંબઈથી ભુજ આવ્યા બાદ પોતાના ઘરમાંથી અઠવાડિયા પહેલા ધોળા દિવસે રોકડ સહિત દર દાગીનાની થયેલી ચોરીનો આંક 6.૩૦ લાખથી વધીને 15.30 લાખ પર પહોંચ્યો છે પરંતુ એક અઠવાડિયા જેટલો સમય વીતવા આવ્યો છતાં પોલીસને આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી નથી ત્રણ લાખ રોકડમાંથી હવે નવ લાખ રોકડ અને ૩.૩૦ લાખના સોના ચાંદીના દાગીનાના બદલે 6.30 લાખના દાગીનાનો આંખ મળી 15.30 લાખ સુધી ચોરીનો આંક પહોંચ્યો છે ગાયત્રી સોસાયટીમાં રોડ ટચ મકાનમાંથી ધોળા દહાડે માત્ર દોઢ કલાકના ગાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાતો નથી. ચોરીની આ ઘટના જ્યાં બનીએ ઘરની અમારી જાત મુલાકાત દરમિયાન આ ચોરીમાં અત્યંત જાણભેદુ હોવાના અણસાર મળી રહ્યા છે કારણકે મકાનના મેન દરવાજાના તાળાને કાંતો બનાવટી ચાવી અથવા જે તાળો લગાવાયો હતો એ તાળાની ગુમ થયેલી ચાવી લગાવીને દરવાજો ખોલાયો છે અને પછી પોલીસ અને ઘર માલિક પરિવારને ગુમરાહ કરવા રસોડાના અંદરથી બંધ દરવાજાને ખોલીને આરોપી નાસી ગયો છે અને એ ચાલાક અને ચબરાક આરોપીએ રસોડાના દરવાજાની અંદરની સ્ટોપર અને કડીને શિફ્ટ પૂર્વક કાઢી છે જેથી ઘર માલિક પરિવાર અને પોલિસ ગોટે ચડી ગુમરાહ થાય. અમારી સ્થળ પર જાત મુલાકાત દરમિયાન સ્પષ્ટ જાણવા મળ્યું છે કે રસોડાના દરવાજાની સ્ટોપર કે કડી કાઢી નાખવાની કોઈ જરૂર નથી રહેતી અને આ ચોરીને અંજામ આપનારાએ દરવાજામાંથી આરામથી ચાવી લાગી શકે પરંતુ તેવું નક્કી થયું તો દરવાજાને બહારથી ધક્કો મારીને સ્ટોપર કે કડી તોડવામાં આવ્યા હોય કે તૂટ્યા હોય એવું બન્યું નથી દરવાજો પ્લાયનો છે જેને બહારથી ધક્કો મારવામાં આવે તો દરવાજાને ખૂબ નુકસાન થાય પરંતુ તેવું થયું નથી અને જો આરોપી રસોડાના દરવાજામાંથી સ્ટોપર કે કડી ને નુકસાન પહોંચાડયા વિના જતો રહેતો જાણભેદુ ના શંકાના ઘેરામાં આવી શકે તેથી તેને બિનજરૂરી રીતે સ્ટોપર અને કડીને નુકસાન પહોંચાડયું છે ઘર માલિક પરિવારના જણાવ્યા પ્રમાણે સ્ટોપર અને કડીના બે પાર્ટ હોલ માં પડ્યા હતા એ સ્પષ્ટ દર્શાવે છે કે આરોપીએ ચાલાકી કરી છે અને ચબરાક અને ચાલાક આરોપી પોલીસ અને પરિવારને ગુમરાહ કરી રહ્યો છે ત્યારે આ આ મામલે ઊંડી તપાસ થાય તો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે એવી શક્યતા સ્પષ્ટ દેખાય છે. દરમ્યાન સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ ખાતું આરોપીઓના એકદમ નજીક પહોંચી ગયું છે અને ગણત્રીના દિવસોમાં આ આરોપી પકડાઈ જાય તેવી શકયતા જોવાઈ રહી છે.

નિતેશ ગોર : 9825842334

Related posts

ગાંધીધામ ખાતે અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા 40 અબોલ જીવોને બચાવાયા

Kutch Kanoon And Crime

કચ્છ લડાયક મંચના લડવૈયા હવે કાયદા સામે “જુકેગા ભી ઓર સબ સચ બોલેગા ભી”…

Kutch Kanoon And Crime

ગાંધીધામ સ્ટેટ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજાની બિનહરીફ વરણી થઈ

Leave a comment