Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

રાપર : રાજબાઇ માતાજીના મેળામાં યુવકની છરી ઘા મારી હત્યા…

રાપર તાલુકાના કારુડા-સલારી વચ્ચે આવેલ રાજબાઈ માતાના મંદિર પાસે મેળા દરમિયાન યુવકની નિર્દયતાપૂર્વક હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ મોમાય વાંઢના રહેવાસી નરેશ સામાભાઈ કોલી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકની છાતી, કમર અને ગળા પર છરીના અનેક ઘા ઝીંકાતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. લોકમેળાથી થોડે દૂર બનેલી આ ઘટના બાદ મેળામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયા તેમજ પોલીસ સ્ટાફ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ફરાર આરોપીઓને પકડવા માટે કારુડા વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ હત્યાના બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર પોલીસની સુંદર કામગીરી જુગારનો કેશ શોધી કાઢયો

મુન્દ્રા પોલીસની સફળ કામગીરી : શિશા ધાતુની ચોરાયેલા પ્લેટો સાથે બે આરોપીને ઝડપી લીધા

ભુજમાં ATM લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનાર ટ્રાવેલ્સ સંચાલક વેપારીનું રાજકોટ ખાતે અવસાન

Kutch Kanoon And Crime

Leave a comment