Kutch Kanoon And Crime
GujaratKutchMundraSpecial Story

અદાણી ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ છાત્રોને શિષ્યવૃતી આપવામાં આવી

લુણી-મુંદરા ખાતે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી

અદાણી  ફાઉન્ડેશન દ્વારા મુંદરાના લુણી ગામની માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા માછીમાર સમુદાયના તથા અન્ય જરૂરીયાતમંદ બાળકોને સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી 150થી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે તથા આ વર્ષે 43 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. માછીમાર સમાજના ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષ:- ૨૦૧૨ થી કરીને ૨૦૨૨ સુધી દર વર્ષે વિદ્યાર્થીઓને ફી માટે ની સહાય કરવામાં આવે છે. અદાણી જુથના ડાયરેકટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર સમુદાયના ઉત્થાન માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મુંદરાના લુણી ગામની માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા માછીમાર સમુદાયના તથા અન્ય જરૂરીયાતમંદ બાળકોને લુણી ગામની એસ. એમ. જે. હાઈસ્કૂલમાં સ્કોલરશીપના ચેકનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦ થી. વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ હાજરી આપી હતી. જેમાં ધો.૯ થી ૧૨ ના કુલ ૩૩ બાળકોને સ્કોરશીપ સહાય કરવામાં આવી. જેમાં કન્યા કેળવણીને પ્રોસ્તાહન મળે તે માટે ૧૦૦% તથા કમારને ૮૦ % સુધીનો ફી સર્પોટ કરવામાં આવ્યો હતો. સ્કોલરશીપની રકમનો ચેક હાઈસ્કુલના સંસ્થાપક  અલી અકબરશાહ જલાની(પીર સાહેબ)ના પુત્ર શ્રી સવદ એજાઝહેમદશાહ જીલાનીને   વિજય ગોસાઇ કિશોર ચાવડા હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત માછીમાર સમદાયના યુવાનો જે બી.એ, બી.કોમ તથા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહ્યા છે. તેવા ૧૦ વિદ્યાર્થીને સ્કોલરશીપ મદદ કરવામાં આવી હતી. એસ.એમ.જે.હાઈસ્કુલના આચાર્ય શ્રી હાલેપોત્રા અકબરખાન સાહેબે અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર સમદાયના બાળકોને તથા અન્ય જરૂરીયાતમંદ બાળકોને અપાતા  સપોર્ટને બિરદાવ્યો હતો તથા અદાણી ફાઉન્ડેશન માછીમાર સમદાયના કે જરુરીયાતમંદ બાળક શિક્ષણથી વંચીત ન રહે તે માટે આ અભિયાનમાં વધારેમાં વધારે વાલીઓ જોડાઇ અને આવા કાર્યક્રમોમાં હાજરી આપે તે માટે અનરોધ કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી કરીને ૨૦૨૨ સુધી દર વર્ષે વિદ્યાર્થીઓને ફી માટે ની સહાય કરવામાં આવેલ છે. જેનાથી હાજર રહેલા વાલીઓને અને માછીમાર આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા અને માછીમાર સમદાયના તથા અન્ય જરૂરીયાત મંદ બાળકોને આવી મદદ હંમેશા મળતી રહે તેવા અનરોધ કર્યો હતો. અદાણી ફાઉન્ડેશનના જાગૃતીબેન જોષી દ્વારા દિકરીઓ વધારેમાં વધારે ભણે તે અંગે વિગતે સમજ આપી હતી તથા ભણતી દિકરીઓ ડોકટર, એન્જીનીયર જેવી અનેક સારી જગ્યાઓએ નોકરી મેળવે તથા વિદ્યાર્થીઓને ટેકનિકલ કોષ કરવા જણાવ્યું હતુ. માછીમાર સમદાયના  ૧૦૦ ટકા બાળકો શિક્ષણ મેળવે તે માટે વાલીઓ વધારેમાં વધારે તેમના બાળકો ના શૈક્ષણીક કાર્યમાં શું કરી રહયા છે તે અંગેની માહિતી મેળવે તે અંગે વિગતે સમજ આપી હતી. આ કાર્યક્રમમાં માછીમાર આગેવાન યાકુબભાઈ માંજલીયાએ માછીમાર સમુદાયના ભણતા બાળકો આગળ વધે અને  બાળકોના વાલીઓ પોતાના બાળક માટે શૈક્ષણીક કાર્યક્રમ હોય તેમાં હાજરી આપી તેઓના બાળકોમાં પડેલી શકિતઓની ત્યારે જ  ખબર પડશે તથા એસ.એમ.જે. હાઇસ્કુલ તથા તેમાં ભણાવતા શીક્ષકોને શૈક્ષણીક કાર્યમાં સહયોગ કરે તેઓએ વધુમાં જણાવ્યું કે માછીમાર સમુદાયના બાળકો  ખબજ સારૂ શિક્ષણ  મેળવે તે માટે શ્રી અલી અકબરશાહ જીલાની (પીર સાહેબ) હંમેશા સહયોગ માટે તૈયાર રહે છે તે માટે હું માછીમાર સમદાય વતી આ સંસ્થાનો આભારી છું. આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ તથા માછીમાર આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ અદાણી ફાઉન્ડેશનના સ્ટાફ તથા એસ.એમ.જે.હાઈસ્કુલના ટ્રસ્ટી શ્રી નઝરૂદિનભાઈ તથા એસ.એમ.જે. હાઈસ્કુલના શિક્ષકો તથા સ્ટાફે  સહયોગ આપ્યો હતો.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

પાલનપુર RTO’ઓ ઓફિસના ઇન્સ્પેક્ટર વર્ગ-૨ વચેટીયા મારફત 11,700/-ની લાચ લેતા ઝડપાયા

Kutch Kanoon And Crime

ક્ચ્છ મોરબીના સાંસદના ભાણેજની હત્યા કે પછી આત્મઘાતી પગલું..?

Kutch Kanoon And Crime

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

Kutch Kanoon And Crime

Leave a comment