મહેસાણા જીલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ થયેલ ચોરીના ગુના કામેના નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી આડેસર પોલીસ માનનીય પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયા પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ., ડી.એમ. ઝાલાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં દાખલ થયેલ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ, પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે. ગોહિલને ચોક્કસ બાતમી મળેલ કે, મહેસાણા જીલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના કામે પકડવાનો બાકી આરોપી સાજણભાઇ મશરૂભાઇ રબારી રહે.ટગા, તા.રાપર વાળો હાલે ટગા ગામના બસ સ્ટોપ પાસે હાજર છે આ બાતમીના આધારે મોઢેરા પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા આ ઇસમ વિરૂધ્ધ મોઢેરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૨૦૬૦૬૧૨૧૦૨૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને અટક કરવાનો બાકીમાં હોય જેથી બાતમીવાળી જગ્યા જઈ ઇસમને પકડી તેની પુછ પરછ કરતા તેણે ગુનો કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી મોઢેરા પોલીસને કન્જો સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે રહેલ.
અહેવાલ : દિનેશ જોગી પૂર્વ ક્ચ્છ બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334