Kutch Kanoon And Crime
IndiaInternationalSpecial Story

હેલ્થકેર સમિટમાં અદાણી ફાઉ. પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

અદાણી ફાઉન્ડેશન પ્રદત્ત આરોગ્ય સેવાઓનું સન્માન, ASSOCHAM એવોર્ડ્સમાં મળ્યું મોખરાનું સ્થાન

આરોગ્ય ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને હેલ્થકેર સમિટમાં બિરદાવાઈ
અદાણી ફાઉન્ડેશનના કોમ્યુનિટી હેલ્થ પ્રોજેક્ટને એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) એવોર્ડ્સમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને હેલ્થકેર કેટેગરીમાં બેસ્ટ CSR એક્સેલન્સમાં રનર-અપ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 12 ઓક્ટોબરે ASOOCHAM દ્વારા નવી દિલ્હી ખાતે આયોજીત હેલ્થકેર સમિટમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુન્દ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશનની ટીમ વતી સિનીયર પ્રોજેક્ટ ઓફિસર મનહર ચાવડા અને ડોક્ટર ઇન કોમ્યુનિટી હેલ્થ પ્રોજેક્ટ મુકેશ પરમારે આ સન્માન સ્વીકાર્યુ હતું. મુખ્ય મહેમાન એવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ રોલી સિંહ તેમજ એસોચેમ હેલ્થકેર કાઉન્સિલના કો-ચેરપર્સન અને યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરપર્સન ડૉ. ઉપાસના અરોરાના હસ્તે આ હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પુરી પાડવી એ જાહેર અને ખાનગી ક્ષેત્રની સહિયારી જવાબદારી છે. એસોચેમની હેલ્થકેર સમિટ અને એવોર્ડ્સનો ઉદ્દેશ દેશમાં આરોગ્ય સેવાઓને ગુણવત્તાયુક્ત, સુલભ અને બધાને પરવડે તેવી બનાવવાનો છે. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ઉદ્યમીઓએ આજના સમયની જરૂરિયાત પ્રમાણે પોષણક્ષમ આરોગ્યસંભાળ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. અદાણી ફાઉન્ડેશન સ્વાસ્થ્ય સેવાઓને સુનિશ્ચિત કરવા છેવાડાના વિસ્તારોમાં સેવાઓ પહોંચાડી રહ્યું છે.
અદાણી ફાઉન્ડેશનના પંકતિ શાહ જણાવે છે કે “મુન્દ્રામાં આરોગ્યલક્ષી સેવાઓમાં કરેલા પ્રયાસો બદલ મળેલ આ એવોર્ડ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. એક સ્વસ્થ રાષ્ટ્ર જ સમૃદ્ધ વિકાસ સાધી શકે છે, અમારી ટીમ હોસ્પિટલો અને વિવિધ આરોગ્ય સેવાઓ થકી લોકોને ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે”
કચ્છમાં અદાણી ફાઉન્ડેશને આરોગ્યલક્ષી કાર્યક્રમ હેઠળ અનેક નવીન સેવાઓ આરંભી છે. જેમાં વંચિતો, કુપોષિત બાળકો, મહિલાઓ, કિડનીની સમસ્યાથી પીડિત લોકો અને વૃદ્ધોને સ્વાસ્થ્ય જરૂરિયાતો પૂરી પાડવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન દ્વારા “હેલ્થ ફોર ઓલ” અંતર્ગત મોબાઈલ હેલ્થ કેર યુનિટ્સ, રૂરલ ક્લિનિક્સ, સ્પેશિયલ ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ જેવા કે, કુપોષણ સામેની લડત, ડાયાલિસિસ પ્રોજેક્ટ અને આરોગ્ય સંબંધિત વિવિધ શિબિરો ચલાવવામાં આવે છે.

– અદાણી ફાઉન્ડેશન વિશે…
1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 16 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,409 ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથે કામ કરે છે. 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સાપૂર્વક કામ કરે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં જ્યાં કોમી એકતાને તોડવાની દરોજ વાતો વાયરલ થઈ રહી છે ત્યાં વધુ એક કોમી એકતાની ઉદાહરરૂપ ઘટના

ઘરમાં જ પરિવાર સાથે રહીને સોશિયલ ડિસ્ટન્સીની સલાહ આપનાર બીગ બી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવતા અનેક સવાલ ઉભા થયા

ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કરની 74’મી જન્મજયંતિ નિમિતે તેઓના પુત્ર એવા હાલના નગરપાલિકા પ્રમુખે સેવાકાર્યો કર્યા

Kutch Kanoon And Crime

Leave a comment