મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામ નજીક આવેલ વાડીમાંથી 58 કિલો ગાંજાના વાવેતર સાથે વાડી માલિકની ધરપકડ
મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામ નજીક આવેલ એક વાડીમાંથી 58 કિલો ગાંજો ઝડપાયો હતો. વાડીમાં અન્ય પાકની જેમ ગાંજાનું વાવેતર કરાયું હતું SOG પોલીસે વાડી માલિક નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ધીરુભા જાડેજાને પકડી પાડી NDPS એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી માહિતી પ્રમાણે મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામ નજીક નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ધીરુભા જાડેજાની વાડીમાં ગાંજાનું વાવેતર હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા દરોડો પાડી નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ધીરુભા જાડેજાની માલિકીની વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડી પાડ્યો હતો. સત્તાવાર રીતે પોલીસે 58 કિલો ગાંજો કબજે કર્યો છે જેની કિંમત 5.81 લાખ થવા જાય છે SOG., PI એમ.આર. બારોટ અને PSI., એ.આર. ઝાલાની ટીમ દ્વારા આ દરોડો પાડીને આરોપી નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ધીરુભા જાડેજા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ મુન્દ્રા પોલીસને સોંપાઈ છે.
સ્થાનિક અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334