(તાલુકા પંચાયતના સદસ્ય શામજીભાઈ આહીર અને જિલ્લા પંચાયતના સદસ્ય વી.કે. હૂંબલના પ્રયાસોથી મનરેગા અંતર્ગત પેવર રોડને મળી મંજૂરી)
અંજાર તાલુકાના લાખાપર ગામે મુખ્ય રોડથી ગામના વથાણ સુધી રોડની બાજુમાં ચોમાસાની ઋતુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાતા ગામના લોકોને અવર-જવર માટે ખૂબ જ તકલીફો વેઠવી પડતી હતી. ત્યારે ગામના આગેવાનો પૂર્વ સરપંચો, ગામના આગેવાનો અને યુવાનોએ આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શામજીભાઈ ભૂરાભાઈ આહીર અને જિલ્લા પંચાયતના સદસ્ય વી.કે. હૂંબલને ગણા સમથી રજૂઆત કરેલ જે રજુઆતોને ધ્યાને લોકોની તકલીફ જલ્દીથી દૂર થાય તે માટે સદસ્ય આગેવાનો દ્વારા સતત તે બાબતની ચિંતા કરી સામજીભાઈ આહીર અને વી. કે. હુંબલ દ્વારા D.R D.A.ના નિયામકશ્રીને રોડ અન્વયે રજુઆત કરતા આ રોડના કામની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગમાં પણ આ કામની તાત્કાલીક મંજુરી મળે તેવી ભલામણ કરતા તાત્કાલિક D.D.O. શ્રીએ આ કામની મંજૂરી આપી દીધી હતી. જેથી ગામના પ્રવેશ દ્વારથી અડધો કિલોમીટરથી લાંબો રોડ મનરેગા અંતર્ગત રોડ પેવર રોડ બનાવવામાં આવશે. જેથી ગામ લોકોએ આ બંને આગેવાનોના લોક ઉપયોગી કામ મંજૂર કરાવવા બદલ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. એવું કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગરે યાદીમાં જણાવ્યું હતું.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334