Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ તાલુકાના કુકમાં ગામે સામૂહિક આત્મહત્યા…

બે સંતાનો સહિત માતાએ આત્મહત્યા કરી લીધી…

ભુજ તાલુકાના કુકમા ગામે આજે સાંજે એક મહિલાએ પોતાના બે સંતાનો સહિત આત્મહત્યા કરી લીધાની ઘટનાએ સન સનાટી મચાવી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કુક્માં ગામે એક મહિલાએ આજે પોતાના બે સંતાનો સહિત આત્મહત્યા કરી લીધાનું પ્રકાશમાં આવ્યા બાદ પધ્ધર પોલિસ ઘટના સ્થળે પહોંચી આ ઘટનાની તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરી લેનાર સંબંધીત મહિલાએ પ્રથમ પોતાના બે સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે જોકે આ મહિલાએ શા માટે સામૂહિક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું તે અંગે હજુ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. પધ્ધર પોલીસે ઘટના સ્થળે પહોંચી અરેરાટી ભરી આ ઘટનાની તપાસ હાથ ધરી છે આ ઘટનામાં મરણ જનાર મહિલા અને તેના સંતાનોના નામ તથા અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પી.આઇ. દંડાયા : ભાવનગરમાં મોઢે રૂમાલ બાંધી પાટણના પી.આઇ. જુબાની આપવા આવ્યા… કોર્ટે 1 હજારનો દંડ ફટકાર્યો

Kutch Kanoon And Crime

ગાંધીધામ ખાતે અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા 40 અબોલ જીવોને બચાવાયા

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસે ઢાબા પરથી 11,900/- નો ગાંજો પકડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment