Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

નફ્ફટ શિક્ષકે ભોગ બનનાર બાળાના સાથે માતાના ઘરેણાની ચોરી કરાવી હતી

શાળા પ્રશાસનને તાત્કાલિક અસરથી આરોપી શિક્ષકને ફરજ માંથી ડિસમિસ કર્યો

મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એક તરફ શાળા પ્રશાસન દ્વારા જય માવજી ઠક્કરના આરોપી શિક્ષકને ફરજમાંથી પાણીચું આપી દીધું છે બીજી તરફ પોલીસ દ્વારા તપાસ તાત્કાલિક હાથ ધરીને આરોપીને પકડી પાડ્યા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે આવતીકાલે આ આરોપીને અદાલતમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવા તૈયારી આરંભી છે.
દરમિયાન શરમજનક અને શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનાની શરમજનક કહાની એ છે કે શિક્ષકની હવસનો શિકાર બનેલી સંબંધિત બાળાને ધાક-ધમકી કરી આરોપી નરાધમ શિક્ષકે ગત ૨૦મી ડિસેમ્બરે ભોગ બનેલી બાળાને ઘરેથી દાગીના ચોરી લાવવા મજબૂર કરી હતી અને ગત ૨૦મી ડિસેમ્બરે સંબંધિત ભોગ બનેલી ભાડાના ઘરમાંથી ૧.૨૦ લાખની કિંમતના દાગીનાની ચોરી થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાયા પછી પોલીસ તપાસ દરમિયાન આ ચોરીમાં જાણભેદુ હોવાની શક્યતાના આધારે પોલીસે સંબંધિત બાળાની પૂછપરછ કરતા આ નરાધમ શિક્ષકના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો. મુન્દ્રા પોલીસે તપાસ દરમિયાન એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ચોરાઉ દાગીના સંબંધિત શિક્ષકે હસ્તગત કર્યા બાદ એ દાગીના મુન્દ્રાના એક વેપારી પાસે વેચાણ કરેલ હતું તે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આમ નરાધમ શિક્ષકના કાળા કરતૂતોનો પર્દાફાસ થઈ ગયો છે આવતી કાલે કોર્ટમાં રજૂ કરી આ નરાધમના રિમાન્ડ મેળવાસે જે રિમાન્ડ દરમિયાન નરાધમ હવસખોર શિક્ષકના કેટલાક વધુ કારનામા ખુલે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસ દ્વારા પકડાયેલા 24 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ધરણાં કરનાર મારાજ હવે ગાંજાના કેશમાં પકડાયા…

Kutch Kanoon And Crime

અનેકના ભવિષ્યની આગાહી આપનાર રમેશ જોશી પોતાના ભવિષ્યની આગાહી આપી શકશે કે નહીં..?

Kutch Kanoon And Crime

Leave a comment