અગાઉ એક વિવાદમાં સપડાઇ ગયેલા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા એવા શૈલેન્દ્રસિંહ જાડેજાની તસવીર સાથે એક (Mamu Cc) નામે નવું facebook એકાઉન્ટ વાયરલ થયું છે
આ નવા ફેસબુક એકાઉન્ટે કચ્છમાં ફરી એકવાર રાજકીય ચર્ચા જગાવી છે. આ નવા (Mamu Cc) ફેસબુક એકાઉન્ટમાં સ્પષ્ટ રીતે તસવીર શૈલેન્દ્રસિંહ જાડેજાની છે ત્યારે પ્રશ્ન એ થાય કે જો આ શૈલેન્દ્રસિંહ જાડેજાનું ફેસબુક એકાઉન્ટ હોય તો (Mamu Cc) નામ શા માટે આપવામાં આવ્યું છે અને આ એકાઉન્ટ બોગસ હોય તો આ ફરજી એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને આ અંગે ખુદ શૈલેન્દ્રસિંહ જાડેજા ચૂપ છે એ પણ એક સવાલ થયા વિના રહેતો નથી નવા આ ફેસબુક એકાઉન્ટે ભારે ચર્ચા જગાવી છે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે તસ્વીર શૈલેન્દ્રસિંહ જાડેજાની છે ત્યારે તપાસ થાય તો ખ્યાલ આવે કે આ નવો એકાઉન્ટ તસ્વીર સાથે કોણે બનાવ્યું છે..? શા માટે બનાવ્યું છે..? તેના પાછળનું કારણ શું..? હવે જોવાનું એ રહ્યું કે હવે આ મામલે આગળ શું થાય છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334