(ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઇ જવાના અણસાર)
કોઠારા ખાતે ખીરસરના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાના ગણતરીના સમયમાં કોઠારા પી.એસ.આઇ. શ્રી ગુલાબસિંહ જાડેજાએ હત્યાનો ભેદ ઉકેલી લીધાના સંકેત મળી રહ્યા છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મિતરાજસિંહ જાડેજા નામના યુવાનની હત્યા મામલે કોઠારા ગામના એક સ્થાનિક યુવાન સહિત બે પરપ્રાંતીયોને શકમંદ તરીકે ઉઠાવી લેવાયા છે અને આ ત્રણેય જણાએ મિતરાજસિંહની હત્યા કર્યાની શક્યતા જોવાઇ રહી છે. નોંધનીય અને ગંભીર બાબત એ છે કે કોઠારા ગામે સપ્તાહ પહેલા જયેશ શિવજી રાજગોર નામના યુવાનની હત્યા કરીને તેની લાશ ફેકી દેવાઇ હતી એ જ વિસ્તારમાં મિતરાજસિંહની હત્યા કરાયેલી લાશ મળી આવી છે ત્યારે કોઠારા શીતળા માતા મંદિર નદી વિસ્તારમાં ગોરખ ધંધા થતા હોવાની શક્યતા નકારી શકાતી નથી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334