ગઈકાલે અબડાસા તાલુકાના કડુલી અને પિંગલેશ્વર દરિયા કિનારેથી એકસાથે પૅકિંગ કરાયેલ ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ આજે BSF જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે લખપત તાલુકાના દરિયાઇ વિસ્તારમાંથી વધુ આઠ ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. અબડાસા તાલુકાના નિરજન દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં ચાર પેકેટો મળી આવ્યાના સિલસિલાને ચાલુ રાખતી ઘટનામાં આજે લખપત તાલુકાના દરિયાઇ વિસ્તારમાંથી BSF જવાનોની પેટ્રોલિંગ દરમિયાન વધુ આઠ ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા આ પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અબડાસા લખપત દરિયાઇ વિસ્તારમાંથી સતત બિનવારસી હાલતમાં ચરસ અને હેરોઈન જેવા માદક પદાર્થોના પેકેટો મળી રહ્યા છે એની વચ્ચે ગત અઠવાડિયે ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરી એક પાકિસ્તાની બોટને પકડી પાડી આઠ પાકિસ્તાનીઓ સાથે ૨૮૦ કરોડની કિંમતના 56 પેકેટ હેરોઇનના કબજે કરાયા છે. સતત આ નિર્જન વિસ્તારના દરિયા કિનારેથી મળી આવતા ચરસ જેવા માદક પદાર્થોનું સતત મળી આવવું અહીં કંઈક આ નેટવર્કમાં ગરબડ હોવાની પૂરેપૂરી આશંકા છે.
પ્રકાશીત નિતેશ ગોર : 9825842334