કોઠારા બસ સ્ટેશન નજીકના તળાવમાં બે યુવાનો ડૂબ્યા એકનું મોત…
અબડાસા તાલુકાના કોઠારા ખાતે બસ સ્ટેશન નજીક આવેલ તળાવમાં નાહવા પડેલ એક શ્રમજીવી યુવાન ડુબવા જતા તેને બચાવવા પડેલ યુવાન સહિત બને યુવાનો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ લોકોની નજર પડતા તાત્કાલિક બંને યુવકોને બચાવવાના પ્રયાસ થયા હતા પરંતુ જાણવા મળતી માહિતી પ્રમાણે એક યુવાનનું મોત થયું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સરકારી દવાખાને ખસેડાયો છે આ ઘટનાની જાણ કરતા કોઠારા પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાસ સહિત બંનેને કોઠારા સરકારી દવાખાને ખસેડી આ ઘટનાની તપાસ હાથ ધરાઈ છે. બંન્ને યુવકના નામ અને વિગતો હજી સામે આવી નથી પરંતુ ડૂબી જનાર અને તેની સાથેનો યુવક કોઈ વાડી પર મજૂરી કામ કરતા હોવાનું અને ચૌધરી હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. જોકે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બંને યુવકો નશાની હાલતમાં હતા અને સતત એક બીજા સાથે માથાકૂટ કરી રહ્યા હતા ત્યાર બાદ બન્ને યુવકોમાંથી એક યુવાન તળાવમાં પડી ગયો હતો જેને બચાવવા બીજો યુવક પણ તળાવના પાણીમાં પડ્યો હતો. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334