બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડની સુચના હેઠળ કોરોના વૈશ્વિક મહામારી અન્વયે લોક્ડાઉન અમલમાં હોઇ જે અનુસંઘાને એલ.સી.બી. ની ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગીરીશભાઇ ઘરમશીભાઇ ઠક્કર તથા વિકાસભાઇ ગીરીશભાઇ ઠક્કર રહે. ડીસી-પ, મ.ન.-૪૯૯ આદીપુર વાળાના કબ્જાના રહેણાંક મકાનમાં સીગારેટનુ વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આદીપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ સાથે 24,470/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. એ કામગીરીમાં એલ.સી.બી., પી.આઈ., ડી.વી. રાણા, એમ.એસ. રાણા, પી.એસ.આઇ., તેમજ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.
નિતેશ ગોર – 9825842334
(દિનેશ જોગી અંજાર દ્વારા)