◆ તસવીરમાં દેખાતી આ વ્યક્તિ સાધુ મહાત્મા નથી એ છે ગુજરાતના નિવૃત્ત ડી.જી.પી., એ.કે. સુરેલીયા…
હાલમાં ગુજરાત પોલીસના કર્મચારીઆે પર બેખૌફ હુમલાની ઘટનાઓ બનવા લાગી છે તાજેતરમાં ગાંધીધામ ખાતે એક પોલીસ કર્મચારી પર છરીથી હુમલાનો પ્રયાસ થયો હતો આવા બનાવો નિરંતર બની રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસના એક જાંબાઝ પોલીસ અધિકારીની વીર ગાથા યાદ આવે છે જેમના નામ માત્રથી અંડર વર્લ્ડ ડોન દાઉદ અને ઍનકાઉન્ટરમાં માર્યા ગયેલા અમદાવાદના ડોન લતીફ જેવાઓના પેન્ટ ભીના થઇ જતા હતા. તસ્વીરમાં દેખાતા દાઢીધારી એ વ્યક્તિ કોઈ સાધુ મહાત્મા નથી પરંતુ પોલીસ ખાતામાંથી રીટાયર થયા બાદ વાંચન અને મનની પ્રવૃત્તિ કરી જીવન ગુજારતા એ વ્યક્તિનું નામ છે એ.કે. સુરેલીયા તેઆે ગુજરાત પોલીસમાંથી ડી.જી.પી. તરીકે રિટાયર્ડ થયા છે. 90ના દાયકામાં જ્યારે ગુજરાતમાં ડોન લતીફે માથું ઉચક્યું હતું અને અંડર વર્લ્ડ ડોન દાઉદનું નેટવર્ક ગુજરાતમાં ઉભું કરવાની મથામણમાં હતો ત્યારે ડોન લતીફનું શ્રી સુરેલીયાએ ઍનકાઉન્ટર કરી અંડરવર્લ્ડ ડોન દાઉદનો પસીનો છોડાવી દીધો હતો અને એમ કહેવાય છે કે સુરેલીયાનું નામ સાંભળતા અંડર વર્લ્ડ ડોન દાઉદનું પેન્ટ ભીનું થઇ જતું હતું એવા જાંબાજ પોલીસ અધિકારી એકે સુરેલીયાનેે આજે અનેક લોકો યાદ કરી રહ્યા છે. ગુજરાત પોલીસના આ એકમાત્ર એવા નિવૃત્ત પોલીસ અધિકારી છે જેમના પર ‘રઇશ’ નામની ફિલ્મ બનાવવામાં આવી છે જેમાં સુરેલીયાનો રોલ નવાજુદ્દીન સિદ્દીકીએ ખૂબ જ બખૂબી પૂર્વક નિભાવ્યો છે સુરેલીયાએ ગુજરાતમાં નાપાક નેટવર્ક સ્થાપવાના અંડરવર્લ્ડ ડોન દાઉદના સપનાને ઉગતા જ કચડી નાખ્યા હતા. આજે જ્યારે ગુજરાત પોલીસના કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ બનવા લાગી છે અથવા વધવા લાગી છે ત્યારે ગુજરાત પોલીસ અધિકારીઓએ નિવૃત્ત પોલીસ અધિકારી સુરેલીયાની વિરગાથાને જાણવી, પારખવી, સાંભળવી જોઈએ.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334