તાજેતરમાં ભચાઉ તાબેના મનફરા ગામ નજીક સસલાનો શિકાર કરીને મિજબાની માણતા અમુક યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યા બાદ આજે ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન અને સૂચના હેઠળ સસલાનો શિકાર કરીને એનીમલ પ્રાણી મારનાર બે સગીર સહિત ચાર જણા મનફરા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાઈ ગયા હતા સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભચાઉ પોલીસે આજે મનફરા ગામના પ્રવીણ રામા કોળી અને જીગર બીજલ કોળી અને બે સગીર સહિત ચાર જણાને પકડી પાડયા હતા આ તમામ સામે વન્યજીવન સંરક્ષણ ધારા ની કલમ 9.39.50. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ સસલાનો શિકાર કરીને તેની મિજબાની માણતા આ લોકોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો.
અહેવાલ : દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશક : નિતેશ ગોર – 9825842334