ભુજ ખાતે અનમ હોટેલ અને અનમ ફાઈનાન્સના નામે વ્યવસાય ધરાવતા અને ભુજ કચ્છી લોહાણા સમાજના અગ્રણી એવા પરેશભાઇ અનમે ગઈકાલે મોડી સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભુજ શહેર સહિત કચ્છી લોહાણા મહાજન સમાજમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. અનમ ગ્રુપના માલિક પરેશભાઈ અનમે ગઈકાલે સાંજે સાત વાગ્યા બાદ પોતાના ઘરે ગળેે ફાંસો ખાઈ લીધો હતો. શ્રીરામ રોટી અને છાશ કેન્દ્ર સહિતની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને ગરીબોના બેલી ગણાતા પરેશભાઈએ કયા કારણે આત્મઘાતી પગલું ભર્યું છે તે અંગેની તપાસ હાથ ધરાય છે. એકા એક બનેલી આશ્ચર્યજનક આ ઘટનાથી ભુજમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. પરેશભાઈ હોટેલ ઉપરાંત ફાઇનાન્સ વ્યવસાય અને જમીન વ્યવસાય સાથે જોડાયેલા હતા. ગરીબ લોકોની સારવાર માટે હંમેશા તત્પર રહેતા પરેશભાઈ પૈસે ટકે સુખી હોવા છતાં કયા કારણે તેમણે આત્મહત્યા કરી છે તે અંગેની તપાસ ભુજ એ/ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334