આજે સવારે ભુજના હંગામી આવાસ વિસ્તારમાં ખાલી પડેલ એક શેડનાં એંગલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે રમજુ ધાંચી નામના યુવાનો આ મૃતદેહ હોવાનું બહાર આવ્યું છે આ મામલે ભુજ બી/ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે દરમિયાન મરણ જનાર યુવાનની હત્યા કરીને તેને લટકાવી દેવાયો હોવાનું તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે તો મરણજનારના પરિવારજનો પણ મરણ જનારની હત્યા થયાની આશંકા વ્યક્ત કરી છે ભુજ બી/ડિવિઝન પોલીસે હાલ તુરંત અકસ્માત મોત નોંધી છાનબીન હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં ચકચાર સર્જી દીધી છે. વિશ્વસનીય સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રમજૂની લટકતી ડેડબોડી જ્યાાંથી મળી આવી તેનાથી આશરે 40 ફૂટની નજીક એક ઓફિસમાં કોઈ ચોક્કસ કારણોસર તોડ ફોડ કરાઈ છે ત્યારે મરણ જનાર રમજુનું શંકાસ્પદ મોત અને સંબંધિત ઓફિસમાં થએલી તોડફોડની ઘટનાના તાર એકબીજા સાથે જોડાયેલા છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે. રમજું છૂટક મજૂરી એટલે છૂટક દ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજતાન ચલાવતો હતો. રમજૂના સંતાનોમાં એક દીકરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334