Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchMandviSpecial Story

ગઢશીશાની બજારો સાંજે 6 વાગ્યા પછી બંધનો નિર્ણય

હાલમાં દેશમાં તેમજ ગુજરાત રાજયમાં તથા આપણાં ક્ચ્છ જિલ્લા અને ખાસ કરીને ગઢસિસા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખુબજ ઝડપથી અને ખતરનાક બનીને આગળ વધી રહ્યું છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ પેદા થવા જઈ રહી છે ત્યારે આપણે ગત વર્ષની જેમ ફરી વખત કોવિડ-૧૯ નું સંક્રમણ અટકાવાવ માટે સર્વે નાગરિકો સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આજે ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. ગોઝીયાના અધ્યક્ષ સ્થાને ગઢસિસા ગામના સરપંચશ્રી ભાઈલાલભાઈ તેમજ ગઢસિસા વેપારી મંડળના સર્વે હોદેદારો શ્રી કાંતિભાઈ રંગાણિ પ્રમુખશ્રી વેપારી મડળ, પ્રફુલભાઈ ગણાત્રા, સુરેશભાઈ ચોથાણી તથા અન્ય આગેવાનોની હાજરીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સર્વેની સહમતીથી તા.૧૨/૦૪/૨૧ સોમવારથી વેપારીઓ દ્વારા સાંજે 6 વાગ્યા પછી બજારો બંધ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યું છે જેની નોંધ લેવા વિસ્તારના તમામ નાગરિકોને જણાવવા આવે છે. આ નિર્ણયમાં ગઢસિસા ગામમાં આવેલ તમામ પ્રકારની દુકાનો સવારથી લઈ સાંજના 6 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની રહેશે સાંજના 6 વાગ્યા બાદ ફક્ત દૂધની ડેરીઓ તેમજ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને પેટ્રોલપંપ જ ચાલું રહેશે. જ્યારે આગામી બે દિવસમાં તમામ દુકાનદારોએ પોતાની દુકાન આગળ શોશ્યલ ડિસ્ટન્સ બાબતે સર્કેલ કરી લેવાના રહેશ તો દુકાનની બહાર કોરોના જાગૃતિ અંગેના ટાઇપ કરેલ સ્ટીકર લગાવી દેવાના રહેશે. જે પણ લોકોને કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય તેઓએ આ સમયગાળા દરમિયાનમાં જ પૂરી કરી લેવાની રહેશે. આમ આ નિણર્ય સર્વેની સહમતીથી લેવામાં આવ્યું છે. ગઢસીસા પોલીસ સ્ટેશન તેમજ ગઢસિસા ગ્રામ પંચાયત તેમજ ગઢસિશા વેપારી મંડળ દ્વારા આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યું છે.

સ્ટોરી : મહેન્દ્રસિંહ ગોહિલ – દુજાપર દ્વારા
પ્રકાશીત : નિતેશ ગોર – 9825842334

Related posts

કંડલામાં તૈનાત SRP મરીન કમાન્ડોએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં “હિટ & ડેથ” એસ.પી.ઓફીસ નજીક અકસ્માતમાં કાર ચાલકે બે જણાનો જીવ લીધો

Kutch Kanoon And Crime

અનલોક-1નો ફાયદો ઉપાડવા જતા બુટલેગરે ઘરમાં રાખેલ 1,51,200/-નો દારૂ શોધી કાઢતી ભુજ શહેર એ/ડીવીઝન

Kutch Kanoon And Crime

Leave a comment